મુખ્ય સમાચાર

મદદનીશ સરકારી વકીલ શશીકાંત પાટીલનું આકસ્મિક અવસાન

નવસારી કોર્ટમાં મદદનીશ સરકારી વકીલ તરીકે ફરજ બજાવતાં શશીકાંત પાટીલનું આજે આકસ્મિક અવસાન થયું છે.

નવસારી કોર્ટમાં હાલમાં જ નિયુક્ત થયેલા મદદનીશ સરકારી વકીલ શશીકાંત પાટીલની આજે સવારના સમયે આકસ્મિક અવસાન થયું છે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ શશીકાંત પાટીલ આજે કોર્ટમાં ફરજ પર હતા ત્યારે અચાનક તેમની તબિયત લથડી હતી તેમને તાત્કાલિક નવસારીની પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવાયા હતા.

જ્યાં તેમનું અવસાન થયું છે શશીકાંત પાટિલના અવસાનને લઇ કોર્ટ કંપાઊન્ડમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી છે. શશીકાંત પાટીલ થોડા સમય પહેલાં જ મદદનીશ સરકારી વકીલ તરીકે નિયુક્ત થયા હતા, તેઓ ભાજપમાં પણ ખૂબ સક્રિય હતા વિજલપોર નગરપાલિકાના પેનલ એડવોકેટ તરીકે પણ તેમણે સેવા આપી હતી નવસારી કોર્ટમાં એડવોકેટ શૈલેષ સાવલિયા, ડી એલ પરમાર સાથે તેઓ કાર્યરત હતા, ત્યારબાદ સરકાર દ્વારા તેમની સરકારી વકીલ તરીકે થોડા મહિના પહેલાં જ નિયુક્તિ થઈ હતી ત્યારે ટૂંકા સમયગાળા પૂર્વે જ તેઓ સરકારી વકીલ તરીકે કાર્યરત થઇ તેમનું કામકાજ સંભાળતા હતા પરંતુ આજે અચાનક તેમની વિદાયથી કોર્ટ સંકુલમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!