ડાંગ

ડાંગ : રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં માલેગામ ઘાટમાર્ગમાં માલસમાનનો જથ્થો ભરેલ આઈસર માર્ગની સાઈડમાં આવેલ વૃક્ષ સાથે ભટકાયો

ઘટના સ્થળ ઉપરથી મળતી માહિતી મુજબ ગતરોજ મહારાષ્ટ્રનાં નાસિક તરફથી માલસામાનનો જથ્થો ભરી સુરત તરફ જઈ રહેલ આઈસર ટેમ્પો ન.જી.જે.04.એ.ટી.8172 જે સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં માલેગામ-શામગહાન ઘાટમાર્ગમાં ચાલક દ્વારા અચાનક સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા આ આઈસર ટેમ્પો માર્ગની સાઈડમાં આવેલ વૃક્ષ સાથે ભટકાઈને થંભી જતા અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતનાં બનાવમાં આઈસર ટેમ્પાનાં બોનેટનાં ભાગે નુકસાન થયુ હતુ.જ્યારે ચાલક અને ક્લીનરને શરીરનાં ભાગે નાની મોટી ઇજાઓ પોહચતા તેઓને સારવારનાં અર્થે શામગહાન સી.એચ.સી ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!