નવસારી
નવસારી જિલ્લામાં અનોખી ઘટના બની

નવસારી જલાલપોર તાલુકાનાં વેસ્મા નજીક તાડિયા ગામે રહેતા ભીખુભાઈ મંગાભાઈ આહિર જેઓ પશુપાલનનું કામકાજ કરે છે. તેઓના ઘરે એક પશુચિકિત્સક ડો. મયુરસિંહ મંગલસિંહ ઠાકોર દ્વારા બીજદાન કરવામાં આવ્યું હતું. જેને પરિણામે ગાય ગર્ભવતી બની હતી. જેને પગલે ગાયને પ્રસુતી થતા બે વાછરડાને જન્મ આપ્યો છે. જેમાં એક નર અને એક માદાનો જન્મ થતા ગામના રહિશોમાં કુતુહલની લાગણી જન્મી હતી.

તજજ્ઞોના જણાવ્યા મુજબ દર હજારે માત્ર એકજ ગાય બે બચ્ચાને જન્મ આપે છે. હાલમાં માતા તથા બંને વાછરડા સ્વસ્થ છે.

One Comment