નવસારી

વિજલપોરના ગરીબોના બેલી ડો. વસંત મરોલીયાનું 72 વર્ષની વયે કોરોનાથી અવસાન થયું.

વિજલપોર રોડ પર સુદર્શન હોસ્પિટલ ચલાવતા અને ગરીબોના સાઈ બાબા કહેવાતા સાઈ ભક્ત ડો.વસંત મરોલીયા જેઓ કેટલાય વર્ષોથી વિજલપોર રોડ પર તબીબી પ્રેક્ટિસ કરતા હતા. અને વિજલપોરના એક બાહોશ ડોકટર તરીકે તેઓ પોતાની આગવી છબી ધરાવતા હતા. જેઓ આજે 72 વર્ષની વયે લાયન્સ હોસ્પિટલ ખાતે વહેલી સવારે 5 વગ્યે અંતિમ શ્વાસ લીધા હતા.

સુદર્શન હોસ્પિટલ


ડો. મરોલીયા સારા તબીબ તરીકે આગવી નામના ધરાવતા હતા. કોઈ પણ બીમાર દર્દી તેમની પાસે જાય એટલે હસી સાથે તેને બોલાવતા અને ગમે તેવી મોટી બીમારી હોય તેઓ તપાસતાની સાથે કહી દેતા અને ત્યાર બાદ રિપોર્ટ કરવો તો તેમાં જે તારણ રિપોર્ટ પહેલા આપ્યું હોય તેજ રિપોર્ટ આવતો તેમજ નવસારીના તબીબી ક્ષેત્રે અલગ નામના પણ તેઓ ધરાવતા હતા. ખાસ કરીને વિજલપોરના પૂર્વ વિસ્તારના અને ઘેલાખડીના ગરીબ પરિવારો માટે તેઓ મફત દવાઓ પણ આપતા. કોઈ ગરીબ દર્દી દવા લેવા આવે અને પૈસા ન હોય તો તે સાજો ન થાય ત્યાં સુધી મફત સારવાર પણ આપતા હતા. સરકાર દ્વારા 108 ની સુવિધા તો હમણાં ચાલુ કરવામાં આવી પણ આ વિસ્તારમાં ડો. મરોલીયા 108 જેવી 24 x 7 સેવા કેટલાય વર્ષોથી આપતા હતા. સેવા ભાવિ હોવાની સાથે સાથે તેઓ સાંઈ બાબાના ખૂબ મોટા ભક્ત હતા.

રોજ વહેલી સવારે હીરામેનશન ખાતેના સાંઈ બાબાના મંદિરની સફાઈ અને આરતી કરવા ચાલતા જતા. તો દિવાળી પર વિજલપોરથી 50 લોકોની સાથે ચાલતા શિરડી જતા અને તાનો તમામ ખર્ચ પણ તેઓ ઉઠાવતા હતા. તેમને સંતાનમાં એક દીકરો અને દીકરી છે જેમાં બને વિદેશમાં રહે છે. જેમાં દીકરો એન્જીનીયર અને દીકરી તબીબ તરીકે ફરજ બજાવે છે. ડોક્ટર વસંત મરોલીયા છેલ્લા 10 દિવસથી કોરોનાના લક્ષણો દેખાય હતા અને ડો. ધોરજીયા પાસે સારવાર કરાવતા હતા. તબિયત લથડતા લાયન્સ હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી. અને આજે વહેલી સવારે 5 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ડો.વસંત મરોલીયાની ખોટ વિજલપોરના રહીશોને હર હમેશ રહેશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!