ઉત્તર ગુજરાત

જેસિઆઇ મોડાસા ધ્વારા શપથગ્રહણ સમોરોહ યોજાયો

હિતેશ સુતરીયા…અરવલ્લી

તા . ૨૧/૦૪/૨૦૨૨ ના રોજ જેસિઆઇ મોડાસા ધ્વારા શપથગ્રહણ સમોરોહ યોજાયો . સમારોહ ની શરૂઆત માં ભૂતપૂર્વ પ્રમુખ જેસી અલ્પેશ પટેલે સ્વાગત પ્રવચન કર્યું અને સમગ્ર કાર્યક્રમ નું સંચાલન તથા ૨૦૨૧ વર્ષ નો પ્રવૃત્તિ અહેવાલ જેસી ધર્મેન્દ્રભાઇ ત્રિવેદી એ આપ્યો . સન્માનિત મહાનુભાવો મો જેસિસ મિલ્ક કમિટી ના હોદ્દેદારો , નીલેશભાઈ જોશી , અમિતભાઇ કવિ , હેતલબેન , હેમંતભાઈ રાજ વણકર , ધર્મેન્દ્રસિંહ , પ્રવીણભાઈ પરમાર , જેસી અતુલ ભાઈ પટેલ , જેસી રવિભાઇ શાહ , લેડી જેસી ડાયરેકટર કાજલ એન્જીનિયર , તથા જેસિઆઇ માં નવા જોડાયેલ સભ્યો આકાશ યાવડા , આશિષ નીજાનંદી , અનુરાગ ચાવડા , કૌશિક સુતરીયા , સાક્ષી પટેલ તથા નવા વરાયેલા પ્રમુખ દેવેશ એન્જીનિયર ના કુટુંબીજનો તથા સગા સબંધી તથા ર ૦ રર ની વરાયેલી નવી જેસિઆઇ મોડાસા ની ટીમ તથા મોડાસા નગર ના નગર જનો હાજર રહ્યા હતા . સભારંભ માં મુખ્ય મહેમાન જેસીસ મિલ્ક કમિટી ના ચેરમેન નવનીત ભાઇ પરીખ , કી નોટ સ્પીકર જેસી હિમાંશુ ભાઇ પટેલ અને ગેસ્ટ ઓફ ઓનર જેસી ભાવિકભાઈ ગૌસ્વામી , તથા જેસી રાજેશભાઇ રામજીયાણી , જેસી મુકુંદભાઇ શાહ , જેસી ધર્મેન્દ્ર ત્રિવેદી ને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા . ઉપસ્થિત નગરજનો એ કાર્યક્રમ ને બિરદાવ્યો હતો . સન્માન બાદ વર્ષ ૨૦૨૨ ના પ્રમુખ તરીકે જેસી દેવેશકુમાર રૂચિરભાઇ એન્જીનિયરે શપથ ગ્રહણ કર્યા , તેમની સાથે વર્ષ ૨૦૨૨ ની નવી ટીમે શપથ ગ્રહણ કર્યા . શપથ ગ્રહણ કર્યા બાદ પ્રમુખ જેસી દેવેશ એન્જીનિયરે વર્ષ ૨૦૨૨ માટે ના કરવામાં આવનાર કાર્યો ની રૂપરેખા આપી અને મોડાસા ની સર્વ સમાજ ની જનતા ને લાભ થાય તેવા કાર્યક્રમ કરવાની ખાતરી આપી . અને અંત માં પ્રમુખ જેસી દેવેશ એન્જીનિયરે આ શપથગ્રહણ સમારોહ ને તેમના પિતાજી સ્વ . રૂચિરભાઈ એન્જીનિયર ને યાદ કરીને તેમને સમર્પિત કર્યો હતો . અને પ્રમુખ તરીકે વિશ્વાસ મુકવા માટે જેસિસ મિલ્ક કમિટી ના સભ્યો તથા જેસિઆઇ મોડાસા ના સભ્યો નો આભાર માન્યો હતો.અને ભૂતપૂર્વ પ્રમુખ જેસી રાજેશભાઈ રામજીયાણી એ આભારવિધિ કરીને સર્વે નો આભાર માન્યો હતો .

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!