ઉત્તર ગુજરાત

મોડાસા THO ની જિલ્લા પંચાયતમાં એપેડેમિક મેડિકલ ઓફિસર તરીકે બદલી

હિતેશ સુતરીયા,અરવલ્લી

રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય વિભાગમાં બદલીના આદેશ કર્યા છે , જેમાં એકસાથે ગુજરાત આરોગ્ય સેવા વર્ગ 2 માં ફરજ બજાવતા 37 અધિકારીઓની બદલીના આદેશ કર્યા છે , જ્યારે તબીબી અધિકારી તરીકે ફરજ બજાવતા 6 અધિકારીઓની બદલી કરી છે . રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી બદલીમાં અરવલ્લી જિલ્લામાં બે અધિકારીઓની બદલી થઇ છે , જેમાં મોડાસા તાલુકા આરોગ્ય અધિકારી તરીકે ફરજ બજાવતા જિજ્ઞા જયસ્વાલની અરવલ્લી જિલ્લા પંચાયતમાં એપેડેમિક મેડિકલ ઓફિસર તરીકે બઢતી સાથે બદલી થઇ છે . છેલ્લા ઘણાં વર્ષોથી મોડાસા તાલુકા આરોગ્ય અધિકારી તરીકે કરજ બજાવતા અને કોવિડ 19 માં ખડેપગે રહીને દર્દીઓને સેવા કરતા ડો . જિજ્ઞા જયસ્વાલની બદલી થતાં શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી રી છે . તો અરવલ્લી જિલ્લા પંચાયતમાં એપેડેમિક મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડો.પી.એમ. ડામોરની સાબરકાંઠા જિલ્લા પંચાયતમાં બદલી થઇ છે .

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!