ગુજરાત

વડોદરામાં આગ પર કાબૂ મેળવવા ગયેલી ફાયર બ્રિગેડની ગાડી જ ઝપેટમાં આવી ગઈ

ફાયરબ્રિગેડની ગાડી એક ગટરના ઢાંકણાથી નીકળતી આગ પર પાણી નાખી રહી હતી, ત્યારે બીજા ઢાંકણામાંથી પણ આગ ભભૂકી અને ફાયરબ્રિગેડની ગાડી આગની ઝપેટમાં આવી ગઈ હતી. આગ પર કાબૂ ન મેળવાયો ત્યાં સુધી રોડ વાહનોની અવર-જવર માટે બંધ રાખવામાં આવ્યો હતો. આ ઘટના હાલ સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે.

શહેરમાં અલકાપુરી રોડ પર ગટરમાં થયેલા ગેસ લીકેજને કારણે આગ ભભૂકી હતી. બનાવની જાણ થતાં આસપાસના લોકોએ તાત્કાલિક ફાયરબ્રિગેડને કોસસ કરતા ફાયર ફાઈટર દોડી આવ્યું હતું. જો કે, આગ પર કાબૂ મેળવતી ફાયરબ્રિગેડ જ આગની ઝડપેટમાં આવી જતાં આસપાસના લોકોમાં ભયનો માહોલ ઉભો થયો હતો. આગને પગલે રોડ પર આવેલી કેટલીક દુકાનોના તો શટર પણ નીચે પડી ગયા હતા. જો કે, થોડા સમયથી આગ પર કાબૂ મેળવાઈ ગયો હતો. ઘટનામાં કોઈ મોટું નુકસાનની માહિતી મળી નથી, પરંતુ ખુદ ફાયર બ્રિગેડમાં આગ લાગી ઘટના સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે.

અલકાપુરી મેઈન રોડ પર ગટરમાં આગ ફાટી નીકળી હોવાથી આગ પર કાબૂ ન મેળવાયો ત્યાં સુધી રોડ વાહનોની અવર-જવર માટે બંધ રાખવામાં આવ્યો હતો. આ દરમિયાન ત્યાં હાજર કેટલાક લોકોએ આગની સમગ્ર ઘટના પોતાના મોબાઈલમાં શૂટ કરી હતી. જેના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. ગટરમાંથી આગ બહાર નીકળતી હોય તેવું વિડીયોમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. થોડા સમયમાં જ ફાયરબ્રિગેડ પહોંચે છે અને પાણીનો મારો ચલાવતા ગટરમાં જોરદાર ધડાકો થાય છે.

આ ગરમિયાન આગ પર કાબૂ મેળવતી ખુદ ફાયરબ્રિગડેની ગાડી જ આગની ઝપેટમાં આવી જતાં આસપાસના લોકો ડરી ગયા હતા. વિડીયોમાં એવું પણ જોઈ શકાય છે કે, ફાયરબ્રિગેડના આગળના ભાગમાં ટાયરની પાસે આગ લાગ્યા બાદ ફાયર ફાઈટરનો આગળનો ભાગ સળગી ઉઠ્યો હતો. જેથી ફાયરના જવાનોએ ગટરમાં લાગેલી આગની સાથે સાથે ફાયર બ્રિગેડની ગાડીની આગ પણ કાબૂ કરવાની ફરજ પડી હતી.

પ્રાપ્ત અહેવાલો અનુસાર ફાયરબ્રિગેડની ગાડી એક ગટરના ઢાંકણાથી નીકળતી આગ પર પાણી નાખી રહી હતી, ત્યારે બીજા ઢાંકણામાંથી પણ આગ ભભૂકી અને ફાયરબ્રિગેડની ગાડી આગની ઝપેટમાં આવી ગઈ હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી ZATPAT News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | Youtube| Zatpat News | Telegram | Whatsapp Group

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!