ઉત્તર ગુજરાત

શામળાજી : દહેગામડાના આસામ રાઇફલ્સમાં ફરજ બજાવતા જવાનનું બાઈક સ્લીપ થઇ જતા ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત,ભત્રીજો ઈજાગ્રસ્ત

હિતેશ સુતરીયા, અરવલ્લીઅરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના દહેગામડાના વતની અને ભારતીય લશ્કરમાં ફરજ બજાવતો જવાનની પલ્સર બાઈક શામળાજી સર્વિસ રોડ પર સ્લીપ થઇ લોંખડના પોલ સાથે ભટકતા માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું બાઈક પાછળ બેઠેલા ભત્રીજાને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા હિંમતનગર ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો અકસ્માતની ઘટનાની જાણ શામળાજી પોલીસને થતા તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી મૃતક જવાનના મૃતદેહને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી આર્મી જવાનનું અકસ્માતમાં મોત થતા સમગ્ર પંથકમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું હતું
શામળાજી નજીક આવેલા દહેગામડાના ગોપાલસિંહ ભારતસિંહ જાડેજા છેલ્લા ૬ વર્ષથી આસામ રાઈફલ્સમાં ફરજ બજાવી માં-ભોમની રક્ષા કરી રહ્યા હતા આર્મી જવાન ગોપાલસિંહ જાડેજા રજા મળતા વતનમાં આવ્યા હતા અને પરિવાર સાથે સમય વિતાવી રહ્યા હતા રવિવારે સવારે શામળાજી ખાતે તેમના ભત્રીજા ચંદ્રપાલસિંહ સાથે પલ્સર બાઈક લઇ હર કટિંગ કરાવવા આવ્યા હતા શામળાજીના સર્વિસ રોડ પરથી પસાર થતા સમયે આર્મી જવાને પલ્સર બાઈક પરથી કાબુ ગુમાવતા બાઈક સ્લીપ ખાઈ રોડ નજીક રહેલા લોંખડના ઇલેક્ટ્રિક વીજપોલ સાથે ધડાકાભેર અથડાતા આર્મી જવાન અને પાછળ બેઠેલ તેમનો ભત્રીજો રોડ પર પટકાતા આર્મી જવાનના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અકસ્માતના પગલે આજુબાજુ માંથી લોકો દોડી આવી આર્મી જવાન ગોપાલસિંહ જાડેજા અને તેમના ભત્રીજાને સારવાર અર્થે શામળાજી રેફરલ હોસ્પિટલમાં ખસેડાતા આર્મી જવાનને સારવાર મળે તે પહેલા પ્રાણપંખેરું ઉડી ગયું હતું જયારે પાછળ બેઠેલ ચંદ્રપાલસિંહને શામળાજી પ્રાથમિક સારવાર આપી હિંમતનગર ખાનગી હોસ્પીટલ ખેસડાયો હતો અકસ્માતના પગલે મૃતક આર્મી જવાનના પરિવારજનો શામળાજી રેફરલ હોસ્પિટલ ખાતે પહોંચી રોકોક્કળ કરી મુકતા વાતાવરણમાં ભારે ગમગીની છવાઈ હતી મૃતક આર્મી જવાનની પત્ની પર આભ તૂટી પડ્યું હતું બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી હતી
શામળાજી પોલીસે અકસ્માતે મોતનો ગુન્હો નોંધી મૃતક આર્મી જવાનના મૃતદેહને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!