ઉત્તર ગુજરાત

અરવલ્લી : તરકવાડા ચોકડી નજીક બાઈક સાથે યુવકની લાશ મળતા પરિવારજનોનો હત્યાનો આક્ષેપ, જીલ્લા પોલીસે કાફલો ઘટનાસ્થળે

હિતેશ સુતરીયા, અરવલ્લીમેઘરજ તાલુકાના તરકવાડા ત્રણ રસ્તા પોલીસ તંબુ નજીક રોડ સાઈડ ગેડ ગામના અને રેલ્લાવાડા ત્રણ રસ્તા પર ફોટો સ્ટુડિયો ધરાવતા યુવકની બાઈક નીચે ઉંધા માથે પટકાયેલ લાશ મળી આવતા યુવકના પરિવારજનો, સગા-સબંધીઓ અને લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા મૃતક યુવકના પરિવારજનોએ યુવકની હત્યા થઇ હોવાના આક્ષેપ સાથે લાશ ઉઠાવવા દેવાનો ઇન્કાર કરતા ઈસરી પોલીસ સહીત જીલ્લા પોલીસ કાફલો ઘટનાસ્થળે ઉમટ્યો હતો પોલીસે ભારે જહેમત બાદ પરિવારજનોને સમજાવવામાં સફળ રહી હતી મૃતક યુવકની લાશને પેનલ પીએમ માટે મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી મૃતક યુવકની હત્યા કે અકસ્માતે મોત તે જાણવા ડોગ સ્કોડ અને એફએસએલની ટીમો દોડી આવી હતી
ગેડ ગામનો યુવક જવાનભાઈ અમૃતભાઈ તરાર રેલ્લાવાડા ત્રણ રસ્તા પર સ્ટાર ફોટો સ્ટુડિયો નામની દુકાન ધરાવતા યુવકની તરકવાડા ત્રણ રસ્તા નજીક રોડ સાઈડ ખાડામાંથી બાઈક સાથે લાશ મળી આવતા ખળભળાટ મચ્યો હતો મૃતક યુવક ગતરોજ ગેડ ગામે લગ્નપ્રસંગમાં વીડિયોગ્રાફીના ઓર્ડર કરવા સમાજના ઝેરીયાવાડા ગામના નરેન્દ્ર નામના યુવક સાથે નીકળ્યા પછી ઓર્ડર પતાવી તેના સાથે રહેલ યુવકને તેના ઘરે રાત્રે મૂકી ગેડ ગામે જવા નીકળેલ જવાન ભાઈની બાઈક સાથે તરકવાડા ત્રણ રસ્તા નજીક પોલીસ તંબુની નજીક રોડ સાઈડ ખાડામાં ઉંધા માથે બાઈક નીચે દબાઈ ગયેલ હાલતમાં લાશ મળતા લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટ્યા હતા મૃતક યુવકના પરિવારજનો પણ દોડી આવ્યા હતા અને યુવકનો મૃતદેહ જોઈ ચોકી ઉઠ્યા હતા પરિવારજનોએ યુવકની ઠંડા કલેજે હત્યા કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવાની સાથે મૃતકની લાશ ઉઠાવવાનો ઇન્કાર કરતા ઇસરી પોલીસ સહીત ડીવાયએસપી, એલસીબી અને એસઓજી પોલીસ સહીત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!