ઉત્તર ગુજરાત

અરવલ્લી : ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ૨,૩૯,૩૬૫ પુરુષો તથા ૨,૨૯,૦૨૬ સ્ત્રીઓ અને અન્ય ૦૬ મળી કુલ ૪,૬૮,૩૯૭ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે

રીપોર્ટ. હિતેશ સુતરીયા,અરવલ્લી

         રાજ્ય ચૂંટણી આયોગ,ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા ૧૯ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ ગ્રામ પંચાયતોની સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓ યોજાશે. જેમાં ચૂંટણીમાં ઉમેદવારો માટે આદર્શ આચાર સંહિતા તા.૨૨ નવેમ્બર ૨૦૨૧ થી ગ્રામ પંચાયતોની ચૂંટણી હેઠળના વિસ્તારોમાં અમલી બની છે. અરવલ્લી જીલ્લામાં આગામી ચૂંટણી મુક્ત અને ન્યાયિક વાતાવરણમાં યોજાય તે રીતે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી છે.       જે અંતર્ગત અરવલ્લી મોડાસાના સર્કિટ હાઉસ ખાતે જીલ્લા કલેકટર ર્ડો.નરેન્દ્રકુમાર મીના તથા જીલ્લા અધિક નિવાસી કલેકટર પ્રદીપસિંહ રાઠોડની ઉપસ્થિતિમાં ગ્રામ પંચાયતોની સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓ પૂર્વે હાથ ધરાયેલી વિગતો આપવા પત્રકાર પરિષદ યોજાઈ હતી       પત્રકાર પરિષદને સંબોધતા જીલ્લા કલેકટર ડૉ.નરેન્દ્રકુમાર મીનાએ જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા ૨૨ નવેમ્બરથી ચૂંટણીની જાહેરાત કરાઈ છે. જે અંતર્ગત મીડિયાના માધ્યમથી ચૂંટણી લગતા સમચારો લોકો સુધી તેમજ અમારા સુધી પહોંચાડવામાં આપ સૌનો અમૂલ્ય ફાળો રહેલો છે. ચૂંટણી દરમિયાન અનેક બાબતો તંત્રના ધ્યાને આવતી નથી તેને ઉજાગર કરી અમારા સુધી પહોચાડવામાં આવે જેનાથી અમે પણ લોકોની સમસ્યાઓ નિરાકરણ લાવવા માટે અસરકારક પગલા લઇ શકીએ અને દરેક મુદ્દાઓનું અમે સમયસર નિરાકરણ લાવી શકીએ.      તેમણે વધુમાં કહ્યું કે, આપણે સૌ ભેગા મળીને કામ કરીએ. સરકારની કોરોના ગાઈડલાઈનનું પાલન કરીએ અને પ્રજાને પાલન કરાવીએ. તેમજ કોરોનાની રસી ન લીધી હોય તેમજ તમારી આજુબાજુ ન લીધેલ લોકોને રસી લેવા માટે અનુરોધ કર્યો. રાજ્ય સરકારે ઓમીક્રોન વાયરસને લઈને ઘણી સજ્જતા દાખવી પગલા લઇ રહી છે.      જેમાં અરવલ્લી જીલ્લામાં ૬ તાલુકામાં ૨૩૦ ગ્રામ પંચાયતમાં સરપંચની ૨૦૧ બેઠકો તથા વોર્ડના સભ્યોની ૧૭૮૩ પર ચૂંટણી યોજાશે. જેમાં જીલ્લાના બાયડના ચોયલા ખાતે ગ્રામ પંચાયતની ૧ બેઠક પર મધ્યસત્ર ચૂંટણી યોજાશે. ગ્રામ પંચાયતોની સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણીમાં ૬૮ અધિકારીઓની નિમણુંક કરવામાં આવેલ છે. જીલ્લામાં ૬૩૧ મતદાન મથકો પર સામાન્ય ચૂંટણી, જયારે ૫૭ મથકો પર પેટા ચૂંટણી તથા ૦૬ મથકો પર મધ્યસત્રની ચૂંટણી મળી કુલ ૬૯૪ મતદાન મથકો પર ચૂંટણી યોજાશે.     જેમાં ગ્રામ પંચાયતોની સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓમાં જીલ્લાના ૨,૩૯,૩૬૫ પુરુષો, ૨,૨૯,૦૨૬ સ્ત્રીઓ તથા અન્ય ૦૬ મળી કુલ ૪,૬૮,૩૯૭ મતદારો મતદાન કરશે. ચૂંટણી માટે ૧૪૩૦ મત પેટીની સંખ્યા ફાળવવામાં આવી છે. ચૂંટણીમાં તમામ તાલુકા મળીને કુલ ૩૯૧૪ સ્ટાફની ફળવાની કરાઈ છે. જેમાં ૭૫૫ પ્રમુખ અધિકારીઓનો સમાવેશ થાય છે. જેમાં ૧૫ જેટલા ઝોનલ અધિકારીઓને શાંતિથી પૂર્ણ થાય તે અનુસાર નિમવામાં આવ્યા છે.       ગ્રામ પંચાયતોની સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓમાં ઝોનલ ઓફિસર તરીકે ૮૦ મદદનીશ ઝોનલ ઓફિસર તરીકે ૮૬ અધિકારીઓની  નિમણુંક કરાઈ જ્યારે ૭૯ ટ્રકરૂટ/ઝોનરૂટ નિયત કરાયા છે. તેમજ જીલ્લામાં તાલુકાવાર મોડાસાની સરકારી ઈજનેરી કોલેજ, ભિલોડાની એન.આર.એ.હાઇસ્કુલ, મેઘરજની શ્રી.પી.સી.એન.હાઇસ્કુલ, બાયડના વાત્રકની સરકારી વિનયન કોલેજ, માલપુરની જે.પી.કે.ધુવાડ પ્રા.શાળા (પી,જી.મહેતા હાઇસ્કુલ કમ્પાઉન્ડ), તથા ધનસુરાના શ્રી.જે.એસ.મહેતા હાઇસ્કુલ ખાતે  સ્ટ્રોંગરૂમ, રીસીવિંગ-ડિસ્પેચિંગ કેન્દ્રો તથા મતગણતરી કેન્દ્રો ઉભા કરાશે.     જીલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તે માટે તંત્ર દ્વારા  અતિસંવેદનશીલ મતદાન મથકોની સંખ્યા ૧૧૪ તથા સંવેદનશીલ મતદાન મથકોની સંખ્યા ૧૪૪ ની ઓળખ કરાઈ છે. આ ચૂંટણીમાં કોરોના મહામારીને ધ્યાને લઈને જીલ્લા આરોગ્ય ટીમ દ્વારા સ્ટ્રોંગરૂમ, રીસીવિંગ-ડિસ્પેચિંગ કેન્દ્રો તથા મતગણતરી કેન્દ્રો પર થર્મલ ગન, ફેસ શીલ્ડ, થ્રી લેયર માસ્ક, એન.૯૫ માસ્ક, હેન્ડ ગ્લવઝ (પોલીંગ સ્ટાફ માટે), હેન્ડ ગ્લવઝ યુઝ એન્ડ થ્રો, લીક્વીડ સોપ તેમજ સેનેટાઈઝર સ્પ્રેની સુવિધાઓ ઉપલબ્ધ કરાશે.       આ પત્રકાર પરિષદમાં જીલ્લા નાયબ કલેકટર ડાભી, જીલ્લા પુરવઠા અધિકારી ડૉ.મીતા ડોડીયા, જીલ્લા સહાયક માહિતી નિયામક હરીશ પરમાર, નાયબ મામલતદાર ફાલ્ગુનીબેન, તથા પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!