ઉત્તર ગુજરાત

મોડાસા : કસ્બામાં વોરંટ બજાવવા ગયેલા પોલીસકર્મી પર ૬ લોકોએ હુમલો કરી જાતિવાચક શબ્દો બોલી હડધૂત કરતા ચકચાર

હિતેશ સુતરીયા, અરવલ્લીમોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મી રિકવરી કમ પકડ વોરંટના આધારે કસ્બામાં રહેતા આરોપીને પકડવા ગયેલ પોલીસકર્મી પર આરોપી અને તેના આજુબાજુમાં રહેતા પુરુષ અને મહિલાઓએ હુમલો કરી ગાળો બોલી જાતિવિષયક અપમાનજનક શબ્દનો ઉપયોગ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસકર્મી ફફડી ઉઠ્યો હતો વોરંટ બજાવવા ગયેલા પોલીસકર્મી પર હુમલો થતા ટાઉન પોલીસે ૬ લોકો સામે ગુન્હો નોંધી ૪ લોકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

મોડાસાના કસ્બાના સંજરી મંજીલ રાઠોડ ફળી બાલાપીર દરગાહની પાસે રહેતા અલ્તાફ હુસેન ગુલામનબી શેખ છેલ્લા કેટલાક સમયથી ગુન્હામાં નાસતો-ફરતો હોવાથી કોર્ટે રિકવરી કમ ધરપકડ વોરંટ કાઢતા ટાઉન પોલીસકર્મી ચીમનભાઈ ભગોરા ટાઉન પોલીસ સ્ટેશનની ફર્સ્ટ ગાડીમાં પોલીસકર્મીઓ સાથે તેના ઘરે વોરંટ બજાવવા ગયા હતા
આરોપી અલ્તાફહુસેન શેખ પોલીસકર્મીને જોઈ જતા તેના ઘર નજીક બકરા બાંધવાના વરંડામાં સંતાઈ જતા પોલીસકર્મી તેની પાસે પહોંચી રિકવરી કમ ધરપકડ વોરંટના આધારે ધરપકડ કરવા જણાવતા આરોપી અચાનક ઉશ્કેરાઈ જઇ પોલીસકર્મીને ગાળો બોલી ખોટી રીતે ધરપકડ કરવા આવેલ આરોપીને પતાવી દોની બૂમો પાડી દેકારો મચાવતા નજીકમાં ઉભેલા ૧)આદિલહુસેન મહંમદ સફી શેખ,૨) તસલીમબાનુ નાસીરહુસેન ચૌહાણ,૩)ગુલામનબી અબ્દુલમિયાં શેખ, ૪)સમીમબાનુ મોહંમદ રફીક શેખ અને ૫)કુરેશાબાનું ગુલામનબી શેખ દોડી આવી પોલીસકર્મી ગાળો બોલી તેમજ પોલીસકર્મીને અપમાજનક જાતિવિષયક અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપતા અન્ય પોલીસકર્મી દોડી આવતા આરોપી અલ્તાફહુસેન શેખ ધરપકડથી બચવા તેની બહેનના ખોળામાં બેભાન હોવાનો ડોળ કરી ૧૦૮ ઇમરજન્સી ઍમ્બ્યુલંસ મારફતે દવાખાને પહોંચી ગયો હતો પોલીસકર્મી પર હુમલો થતા અને સરકારી કામકાજમાં રુકાવટ કરતા ૬ આરોપીઓ સામે ટાઉન પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટ સહીત ગુન્હો નોંધી અલ્તાફહુસેનને જેલના સળિયા પાછળ ધકેલી દઈ ૪ લોકોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!