ઉત્તર ગુજરાત

અમદાવાદનો બુટલેગર નશામાં ચિક્કાર બની કારમાં દારૂ ભરી કાર બેફામ હંકારતા વાહનચાલકો ભયભીત : મોડાસા ગ્રામ્ય પોલીસે દબોચ્યો 

હિતેશ સુતરીયા, અરવલ્લી

       અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-૮ બુટલેગરો માટે સિલ્ક રૂટ તરીકે જાણીતો છે શામળાજી નજીક આવેલ રતનપુર ચેકપોસ્ટ પરથી વર્ષે દહાડે કરોડો રૂપિયાનો વિદેશી દારૂ બુટલેગરો ઠાલવતા રહ્યા છે રાજ્ય સરકારે ચેકપોસ્ટ દૂર કરતા બુટલેગરોને બખ્ખા થઇ ગયા છે અમદાવાદના જોધપુર સેટેલાઇટ વિસ્તારમાં રહેતો કૃણાલ દેસાઈ નામનો બુટલેગર ઉદેપુરના ઠેકા પરથી દારૂ ઢીંચી હોન્ડા સીટીમાં દારૂ ભરી નશો ચઢી જતા બેફામ કાર હંકારી અન્ય વાહનોને ટક્કર મારી કાર રમરમાટ દોડાવી મુકતા રાજેન્દ્ર નગર ચોકડી પર ચેકિંગમાં રહેલી મોડાસા રૂરલ પોલીસે કારને અટકાવી કારમાંથી ૯૧૨ બીયરના ટીન સાથે દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો નશામાં ધૂત બુટલેગરે શામળાજી-હિંમતનગર હાઈવે પર બેફામ કાર હંકારી આતંક મચાવી દેતા વાહનચાલકો ફફડી ઉઠ્યા હતા           મોડાસા રૂરલ પીઆઈ મુકેશ તોમર અને તેમની ટીમે શામળાજી- હિંમતનગર હાઇવે પર રાજેન્દ્ર નગર ચોકડી નજીક વાહનોનું ચેકીંગ હાથધરાતા શામળાજી તરફથી હોન્ડા સીટી કારમાં દારૂ ભરી બુટલેગર બેફામ કાર હંકારી વાહનોને ટક્કર મારતો મારતો હિંમતનગર તરફ જઈ રહ્યો હોવાની બાતમી મળતા પોલીસે નાકાબંધી કરી બેરિકેડ ગોઠવી બાતમી આધારિત કાર આવતા અટકાવી કોર્ડન કરી કાર ચાલક કૃણાલ જયેશભાઇ દેસાઈ (રહે,ડી-૮૭ શુભદર્શન ફ્લેટ,પ્રેરણાતીથ દેરાસર રોડ, જોધપુર સેટેલાઇટ-અમદાવાદ) ને ઝડપી પાડી કારમાંથી ૧.૩૬ લાખથી વધુનો દારૂ જપ્ત કરી વિદેશી દારૂ,મોબાઈલ,કાર સાથે ૬.૪૦ વધુનો મુદ્દામાલ જપ્ત કરી બુટલેગરને જેલના સળિયા પાછળ ધકેલી દઈ વિદેશી દારૂ ભરી આપનાર ઉદેપુરના અજાણ્યા ઠેકા ચાલક વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!