ઉત્તર ગુજરાત

અરવલ્લી : પેરોલ ફર્લો ટીમે ૧ વર્ષમાં ૧૦૧ વોન્ટેડ આરોપીઓને દબોચી લીધા,૪૦૫ ગુન્હાનો એક ઝાટકે નિકાલ,ઉ.ગુજરાતમાં શ્રેષ્ઠ કામગીરી  

રીપોર્ટ. હિતેશ સુતરીયા, અરવલ્લી

અરવલ્લી જિલ્લો એ અંતરિયાળ જિલ્લો હોવાથી રાજસ્થાન રાજ્યમાંથી દારૂ સહિત અનેક ગુનાકિય પ્રવૃત્તિઓને અંજામ આપીને આરોપીઓ રાજસ્થાન તરફ ભાગી જતા હાય છે, એટલું જ નહીં આવા આરોપીઓ પૉલિસ પકડમાં ન આવે તે માટે જંગલ કે પહાડી વિસ્તારોમાં છૂપાઈ જતાં હોય છે. આવા આરોપીઓને ઝડપી પાડવા માટે અરવલ્લી જિલ્લા પેરૉલ સ્ક્વૉર્ડની ટીમએ બીડૂ ઝડપ્યું અને મોટી સફળતા મળી છે.  અરવલ્લી જિલ્લા પૉલિસ દ્વારા રેંજ આઈ.જી.અભય ચુડાસમાની દેખરેખ હેઠળ આરોપીઓને પકડવામાં વિશેષ ઑપરેશન ચલાવામાં આવ્યું. જિલ્લા પૉલિસ વડા સંજય ખરાતની દેખરેખ હેઠળ જિલ્લાની પેરૉલ ફ્લૉ સ્ક્વૉર્ડનના પીએસઆઈ કે.એસ.સીસોદીયા અને તેમની ટીમે છેલ્લા એક વર્ષમાં એટલે કે, કૉરોના કાળ પછી 101 વૉન્ટેડ આરોપીઓને શોધી કાઢવામાં સફળતા મળી છે.  રાજ્યના તેમજ આંતર રાજ્યના કુલ 415 ગુનાઓનો નિકાલ કરી પૉલિસે સરાહનિય કામગીરી કરી છે. અરવલ્લી જિલ્લો એ રાજસ્થાન રાજ્યની સરહદે આવેલ જિલ્લો હોવાથી ચોરી, લૂંટ, ઘરફોડ ચોરી જેવી ઘટનાઓને અંજામ આપીને આરોપીઓ રાજસ્થાન તરફ ભાગી જતા હોય છે, કેટલાક કિસ્સાઓમાં સજા પામેલા આરોપીઓ પણ રાજસ્થાનના અંતરિયાળ વિસ્તારોમાં છૂપાઈ જતાં હોય છે, આવા આરોપીઓને પૉલિસની પેરૉલ ફ્લૉ સ્ક્વૉર્ડની ટીમ જાન જોખમમાં મુકીને જંગલ વિસ્તારોમાં જઇને આરોપીઓને દબોચી લેવામાં ભારે જહેમત ઉઠાવી છે.નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે રેન્જ ટીમ અને જિલ્લા પેરૉલ સ્ક્વૉર્ડ પીએસઆઇ કે. એસ. સિસોદીયા તેમજ તેમની ટીમ દ્વારાવિશેષ ઝૂંબેશ શરૂ કરી હતી, આ માટે અલગ અલગ ટીમ દ્વારા આરોપીઓ સુધી પહોંચવા પૉલિસે ભિક્ષુક જેવા અનેક રૂપો ધારણ કર્યા હતા. પેરૉલ ટીમ દ્વારા રાજસ્થાન રાજ્યની પર્વતિય વિસ્તારમાં ગાઢ જંગલોમાં જીવના જોખમે આરોપીઓ સુધી પહોંચી પકડવાની કામગીરી કરી હતી. કેટલાક કિસ્સાઓમાં સરકારી વાહન ન જઇ શકે તેવી જગ્યાએ 4 થી 5 કિલો મિટર સુધી ચાલીને આરોપીઓ સુધી પહોંચવાના કિસ્સાઓ છે. આરોપીઓને પકડવા માટે કેટલીક વાર પેરૉલ ફ્લૉ સ્ક્વૉર્ડની ટીમને ગાઢ જંગલ વિસ્તારોમાં ઝાડી જાંખરામાં રાત્રિ સુધી વૉચ ગોઠવવી પડી છે. INBOX :- સમગ્ર ઉત્તર ગુજરાતમાં પેરૉલ ફ્લૉ સ્ક્વૉર્ડની જબરજસ્ત કામગીરી અરવલ્લી જિલ્લા પેરૉલ સ્ક્વૉર્ડની ટીમએ માથાભારે ગુંડાઓને ઝડપી પાડીને સરાહની કામગીરી કરી છે, એટલું જ નહીં સમગ્ર ઉત્તર ગુજરાત અને રેંજમાં અરવલ્લી જિલ્લા પેરૉલ સ્ક્વૉર્ડની ટીમએ બીજૂડા ગેંગ, કલાસવા ગેંગ અને ફ્રેક્ચર ગેંગના સાગરિતોને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. આ ત્રણેય ગેંગ દ્વારા લૂંચ ચોરી, મર્ડર, ધાડ, ઘરફોડ ચોરી જેવી અનેક ઘટનાઓને અંજામ આપવામાં આવતો હતો, જોકે આવા માથાભારે ગેંગના સાગરિતોને પૉલિસે દબોચી જેલભેગા કરવામાં મોટી સફળતા મેળવી છે. 

નાસતા-ફરતા આરોપીને પકડવા છેલ્લા એક વર્ષમાં પૉલિસે 61 કેમ્પ કર્યા સામાન્ય રીતે આરોપીને પકડવા માટે પૉલિસ બાતમની આધારે પહોંચવું પડતું હોય છે, પણ રાજસ્થાનમાં આરોપીને પકડવા જ્યારે પૉલિસને કોઇ પગેરૂ ન મળે ત્યારે પેરૉલની ટીમ ઠેક-ઠેકાણે રોકાણ કરવા પડતાં હોય છે, ક્યારેક તો જીવના જોખમે પૉલિસ આવા આરોપીઓ સુધી પહોંચવા જમીન પાતાળ એક કરી દે છે. રાજસ્થાનના અંતરિયાળ વિસ્તારોમાં પૉલિસે આરોપીઓને પકડવા માટે કુલ 61 જેટલા કેમ્પ યોજીને મોટા ભાગના આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી છે. આ માટે સ્થાનિક બાતમીદારો તેમજ લોકોને વિશ્વાસમાં લઇ અને પહાડી વિસ્તારોમાં પગદંડી તેમજ ઝાડીઓમાં છુપાઇને કેટલીકવાર આરોપીઓને પૉલિસે પકડ્યા છે.

 109 ઘરફોડ ચોરને પકડવામાં સફળતા ગુજરાત રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં જેવા કે, અરવલ્લી, મહેસાણા, સાબરકાંઠા તેમજ પાટણ જેવા જિલ્લાઓમાં ઘરફોડ ચોરીની ઘટનાઓ ઘટી હતી, જેમાં રાજસ્થાન રાજ્યના આરોપી બચુભાઈ ઉર્ફે બસંતીલાલ મથુરભાઈ ઉર્ફે મથુરાજીની સંડોવણી હતી, જેને પૉલિસે ડુંગરપુર જિલ્લાના વિછીવાડા મુકામેથી ઝડપી પાડી 109 જેટલા ઘરફોડ ચોરીના ભેદ ઉકલી દીધા છે. 

જિલ્લામાં સૌ પ્રથમ ગુજ-સી-ટૉક ગુનો દીપકભાઈ શીવલાલભ

ાઈ ઓડ સામે નોંધાયો હતો, જે કેટલાક સમયથી ફરાર હતો, જેને પકડવા પૉલિસે વિશેષ ઝૂંબેશ શરૂ કરીને આરોપીને અમદાવાદ મુદામેથી દબોચી લીધો હતો તેમજ ચાર્જશીટ કરવા સુધી મદદમાં રહી ઉત્કૃષ્ઠ કામગીરી કરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!