ઉત્તર ગુજરાત

અરવલ્લી : ફૂલ જેવા બાળકને ખોખામાં મૂકી તરછોડ્યો,મોડાસાના લીંભોઇ નજીક તરછોડાયેલ બાળક ૧૦૮ મારફતે દવાખાને ખસેડ્યો

રીપોર્ટ. હિતેશ સુતરીયા, અરવલ્લીએક તરફ ‘મા તે માં, બીજા બધા વગડાના વા’ જેવી કહેવતો સાંભળવા મળે છે, તો બીજી અરવલ્લી જીલ્લામાં જનેતા જ નિષ્ઠુર બની હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. માતાની સાથે સાથે તેના જીવનમાં તેનો ટેકો બનવાને બદલે પિતાએ પણ કાઠુ હૃદય રાખી ત્યજી દીધું હતું મોડાસા તાલુકાના લીંભોઇ નજીક માતા-પિતાએ પોતાના પાપને છુપાવવા કે પછી અન્ય કોઈ કારણોસર દયાહીન થઇ કડકડતી ઠંડીમાં નવજાત બાળકને ખોખામાં પેક કરી તરછોડી દીધું હતું નજીકથી પસાર થતા રાહદારીને બાળક રડવાનો અવાજ સાંભળતા ચોકી ઉઠ્યા હતા.૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે નવજાત બાળકને સાર્વજનીક હોસ્પિટલમાં ખસેડાયું હતું પોલીસ ઘટનાસ્થળે પહોંચી બાળકને તરછોડનારને શોધવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો
મોડાસાના લીંભોઇ ગામની સીમમાં ખોખામાં પેક કરેલ ત્યજી દીધેલ નવજાત બાળક મળી આવતા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ અને ગ્રામ્ય પોલીસને જાણ કરતા ઘટનાસ્થળે પહોંચ્યા હતા તરછોડાયેલ બાળકને સાર્વજનીક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી દીધું હતું સાર્વજનીક હોસ્પીટલના તબીબોએ ત્યજેલ બાળકને સારવાર આપી હતી હાલ બાળકની સ્થિતિ સ્થીર હોવાનું જણાવ્યું હતું લોકોએ બાળક તરછોડનાર સામે ભારે ફિટકાર વરસાવ્યો હતો

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!