દેશ

રેલવેનું રિઝર્વેશન સપ્તાહ માટે રોજ રાત્રે 6 કલાક બંધ; શટ ડાઉનની પ્રક્રિયા રાત્રે 11:30થી સવારે 5:30 વાગ્યા સુધી ચાલશે

ફાઇલ તસવીર - Divya Bhaskar

રેલવે તેની સિસ્ટમ અપડેટ કરી રહી હોવાથી તેની પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ (પીઆરએસ) આગામી 7 દિવસ સુધી રાત્રે બંધ રાખશે. શટ ડાઉનની આ પ્રક્રિયા રાત્રે 11:30 વાગ્યાથી સવારે 5:30 વાગ્યા સુધી ચાલશે.

રેલવેએ આ અંગે માહિતી આપતા જણાવ્યું છે કે રાત્રે સિસ્ટમ અપડેટ કરવાનો નિર્ણય લેવાયો છે, કેમ કે રાત્રે પીઆરએસ પર બોજ ઓછો રહે છે. શટ ડાઉન રવિવાર અને સોમવારની મધ્યરાત્રિથી શરૂ થઇને 7 દિવસ સુધી ચાલશે. અપડેશનની આ પ્રક્રિયામાં રેલવે ટ્રેનોના નંબરની સાથોસાથ પોતાની સિસ્ટમ પણ અપડેટ કરશે. અપડેશનની કામગીરી દરમિયાન પીઆરએસ સેવાઓ ઉપલબ્ધ રહેશે નહીં. તેથી રેલવે મંત્રાલયે પેસેન્જર સર્વિસીસ સુધારવાના પ્રયાસોમાં સહકાર આપવા અપીલ કરી છે.

હાલમાં જ દેશભરમાં 1700 સ્પેશિયલ ટ્રેનોને ફરી કોરોના કાળ પૂર્વેની જેમ સામાન્ય ટ્રેન કરવાનો નિર્ણય લેવાયો હતો. વધારાનો દર પણ કેન્સલ કરાયો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી ZATPAT News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | Youtube| Zatpat News | Telegram | Whatsapp Group

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!