ગુજરાત

મોરબીના ઝીંઝુડા ગામે ATSના દરોડા, કરોડોની કિંમતનું 120 કિલો ડ્રગ્સ ઝડપાયું

ATS અને મોરબી એસઓજીએ નવલખી પોર્ટ પાસે આવેલા ઝીંઝુડા ગામમાં રવિવારે મધરાતે દરોડો પાડી ડ્રગ્સનો મોટો જથ્થો અને બે વ્યક્તિઓને ઝડપી લીધો હતા.

  • મોરબીના ઝીંઝુડા ગામમાં ATSના ઓપરેશનમાં કરોડો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો.
  • નવલખી પોર્ટ પાસે દરિયા કિનારે આવેલા ઝિંઝુડા ગામમાં કરોડોની કિંમતનું 120 કિલો ડ્રગ્સ મળ્યું.
  • ભારતમાં માદક દ્રવ્યો ઘુસાડવા માટે સૌરાષ્ટ્રનો રેઢા પડ જેવો દરિયા કિનારો ડ્રગ્સ માફિયાઓ માટે સ્વર્ગ.

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી મસમોટા ડ્રગ્સ જથ્થા પકડાઈ રહ્યા છે. જે જોતા લાગે છે કે ગુજરાત દેશભરમાં ડ્રગ્સ ઘૂસાડવાનું સેફ પેસેજ બની રહ્યું છે. આ વાતના પુરાવા પણ સતત સામે આવી રહ્યાં છે. પહેલા મુન્દ્રા પછી દ્વારકા બાદ હવે મોરબીમાંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે. મોરબીના ઝીંઝુડા ગામમાં ATS દ્વારા સફળ ઓપરેશન પાર પાડ્યું છે. જેમાં કરોડો રૂપિયાનો હેરોઇન ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. સાથે બે શખ્સની ધરપકડ કરાઈ છે. બે મકાનમાં તપાસ કરવામાં આવતા કરોડો રૂપિયાનું હેરોઇન ડ્રગ્સ પકડાયું છે. એટીએસ અને મોરબી એસઓજીએ નવલખી પોર્ટ પાસે આવેલા ઝીંઝુડા ગામમાં રવિવારે મધરાતે દરોડો પાડીને ડ્રગ્સનો જથ્થો પકડી પાડ્યો છે.

મોરબીના નવલખી પોર્ટ પાસે આવેલા નાનકડા ઝીંઝુડા ગામમાં રવિવારે મધરાતે ATS અને મોરબી એસઓજી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં બે ઘરમાં હરોઈન ડ્રગ્સનો મસમોટો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. અત્રે નોંધનીય છે કે એક સપ્તાહ પહેલા જ દેવભૂમી દ્વારાકમાંથી પણ કરોડો રુપિયાની કિંમતનું ડ્રગ્સ પકડાયું હતું. જોકે ડ્રગ્સ સાથે પકડાયેલા બે વ્યક્તિની ઓળખ અંગે હાલ તો પોલીસ વિભાગે મૌન સેવી લીધું છે. તેવામાં એક પ્રશ્ન સતત ઉઠી રહ્યો છે કે દરિયાઈ પેટ્રોલિંગ સહિતના દાવા સતત પોકળ સાબિત થઈ રહ્યા છે અને દેશમાં સૌથી લાંબો દરિયાઈ કિનારો ધરાવતું ગુજરાત ડ્રગ્સ માફિયાઓ માટે ડ્રગ્સની ઘુસણખોરી કરવા માટે સ્વર્ગ સમાન બની રહ્યું છે.
આપઘાત કરનારી નવસારીની યુવતીના પોસ્ટમોર્ટમમાં દુષ્કર્મ અંગે મોટો ખુલાસો
મોરબીમાંથી પકડાયેલ ડ્રગ્સની અંદાજીત કિંમત રુ. 500થી 600 કરોડ હોવીનું મનાય છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠેથી વાયા પાકિસ્તાન થઈને માદક પદાર્થ ભારતના અનેક રાજ્યમાં સપ્લાય થતું હોવાનું સ્પષ્ટ થયા બાદ સ્થાનિક પોલીસ અને એટીએસએ બાતમીદારોનું નેટવર્ક વધારી દીધું છે. દરમિયાન સ્થાનિક પોલીસ અને એટીએસને વધુ એક સચોટ માહિતી મળી હતી કે મોરબીથી 35 કિલોમીટર દૂર દરિયાકાંઠે આવેલા ઝીંઝુડા ગામમાં કેટલાક શખ્સો માદક પદાર્થની હેરાફેરીમાં સંડોવાયેલા છે. બાતમીના આધારે ATS દ્વારા સ્થાનિક પોલીસને સાથે રાખીને આ દરોડા પાડવામાં આવ્યા હતાં.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી ZATPAT News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | Youtube| Zatpat News | Telegram | Whatsapp Group

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!