ઉત્તર ગુજરાત

વિદેશી દારૂ ભરેલી ઇનોવા પલ્ટી જતા લાખ્ખો રૂપિયાનો દારૂ મેઘરજ પોલીસે ઝડપ્યો : ઇનોવાનું પાયલોટિંગ કરતી ઇકો કાર પણ ઝડપી

રીપોર્ટ. હિતેશ સુતરીયા, અરવલ્લીઅરવલ્લી જીલ્લા પોલીસતંત્ર વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા આંતરરાજ્ય સરહદો પર સઘન પેટ્રોલીંગ હાથધરી જીલ્લાના માર્ગો પર દોડાદોડી કરી રહી છે મેઘરજ પોલીસ નાઈટ પેટ્રોલીંગ દરમિયાન રાજસ્થાન તરફથી આવતી ઇનોવા કારનો ચાલક પોલીસ જોઈ પુરઝડપે હંકારતા પલ્ટી જતા પોલીસે ઇનોવામાંથી વિદેશી દારૂ અને ઇનોવા કારનું પાયલોટિંગ કરતી ઇકો કારને ઝડપી પાડી ત્રણ ખેપિયાને દબોચી લીધા હતા ઇનોવા કારમાંથી ૭૨૬ દારૂની બોટલો જપ્ત કરી હતી

મેઘરજ પીઆઈ એમ.ડી.પંચાલ અને તેમની ટીમ કદવાડી નજીક ચેકિંગ હાથધરતાં રાજસ્થાન તરફથી ઇનોવા કારમાં વિદેશી દારૂ ભરી આવતો બુટલેગર પોલીસ જોઈ ઇનોવા પુરઝડપે હંકારવા જતા પલ્ટી ખાઈ ગઈ હતી ઇનોવા પલ્ટી જતા તાબડતોડ પોલીસ ઇનોવા પાસે પહોંચી તલાસી લેતા કારમાંથી ૭૨૬ બોટલ વિદેશી દારૂ મળી આવતા પોલીસે કારચાલકની પૂછપરછ કરતા ઇનોવાનું ઇકો કારમાં પાયલોટિંગ થતું હોવાનું બહાર આવતા પોલીસે ઇકો કારમાં પાયલોટિંગ કરતા બે શખ્સોને ઝડપી લીધા હતા મેઘરજ પોલીસે ઇનોવા કારમાંથી ૧.૧૯ લાખથી વધુના દારૂ સાથે ઇનોવા કાર, ઇકો કાર અને મોબાઈલ મળી કુલ.રૂ.૧૦.૨૯ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ૧) મહેશ મદનલાલ ચૌધરી,૨)કપીલ કાંતિલાલ કલાલ,૩)વિજય દેવીલાલ મીણા (ત્રણે,રહે.રાજસ્થાન) ને જેલના સળિયા પાછળ ધકેલી દઈ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!