લાઇફ સ્ટાઇલ

ઓનલાઈન સેલ પૂરો થઈ ગયો હોય તો ફિકર નોટ, આ ટિપ્સ અપનાવી મિનિમમ કિંમત સાથે શૉપિંગ કરો

  • ઓનલાઈન સેલ વગર વિવિધ બેંકની ઓફરમાં 10% સુધીનું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળે છે
  • ઓફ ઓફ ધ ડે ડીલમાં મિનિમમ કિંમત સાથે ખરીદી કરી શકાય છે

ઈ કોમર્સ પ્લેટફોર્મ્સ પર ફેસ્ટિવ સેલ પૂરો થયો છે. ઘણી બધી વેબસાઈટ પર આ સેલ એક મહિનાનો હતો. સેલ બાદ પણ તમે ડિસ્કાઉન્ટ અને ઓફર સાથે પ્રોડક્ટ ખરીદવા માગો છો તો અમે તમારી મદદ કરીશું. એમેઝોન, ફ્લિપકાર્ટ, મિન્ત્રા સહિતના પ્લેટફોર્મ્સ પર આ ટ્રિક અપનાવી તમે મિનિમમ કિંમત આપી પ્રોડક્ટ્સની ખરીદી કરી શકો છો.

1. ઓફર ઓફ ધ ડે
ફેસ્ટિવ સેલ ભલે પૂરો થયો હોય પરંતુ મોટા ભાગના ઈ કોમર્સ પ્લેટફોર્મ પર ‘ઓફર ઓફ ધ ડે’ ડીલ લાઈવ હોય છે. આ ડીલ 24 કલાકની હોય છે. તે રાતે 12:01 AMએ શરૂ થઈ આગલા દિવસે રાતે 11:59 PM સુધી હોય છે. આ ડીલમાં મિનિમમ સેલિંગ પ્રાઈઝ અને મેક્સિમમ ડિસ્કાઉન્ટનો ફાયદો મળે છે. ફ્લિપકાર્ટ, એમેઝોન, મિન્ત્રા, શોપક્લુઝ, બેવકૂફ સહિતના પ્લેટફોર્મ્સ પર આ ડીલ હોય છે.

આ ઓફરનો લાભ લેવા તમે ગૂગલ સર્ચ એન્જિન પર ‘offer of the day’ ટાઈપ કરી શકો છો. જે તે વેબસાઈટ પર પણ ‘offer of the day’ સર્ચ કરી તેનો લાભ લઈ શકાય છે.

2. ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ
ફ્લિપકાર્ટ, એમેઝોન, મિન્ત્રા સહિતના ઈ કોમર્સ પ્લેટફોર્મ્સ પર વિવિધ બેંકની ઓફર હોય છે. SBI, HDFC, ICIC અથવા અન્ય બેંકના કાર્ડથી ખરીદી કરવા પર તમને 10% સુધીનું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળી શકે છે.

3. કૂપન કોડ વેરિફાય કરો

ઓનલાઈન શૉપિંગમાં ખરીદી કરતાં પહેલાં કૂપન અને પ્રમોશનલ કોડ પણ જોવા જોઈએ. આ બોનસ પોઈન્ટ છે. આવા કોડ અને કૂપનનો ઉપયોગ કરી તમે એડિશનલ ડિસ્કાઉન્ટ સાથે મેક્સિમમ ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. આવી કૂપન ગૂગલ પે અને પેટીએમ આપે છે.

4. જુદી જુદી વેબસાઈટ કમ્પેર કરો
એક જ પ્રોડક્ટની કિંમત બે અલગ અલગ વેબસાઈટ પર જુદી જુદી હોય છે. આ કિંમતમાં ઘણી વાર 100 રૂપિયાથી લઈને 500 રૂપિયાનું અંતર હોય છે. વેબસાઈટ કમ્પેરિઝન સાથે પ્રોડક્ટની મૂળ કિંમત શું છે તે પણ ચકાસો. તમારી પ્રોડક્ટનો મોડેલ નંબર પણ ચકાસવો જરૂરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી ZATPAT News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | Youtube| Zatpat News | Telegram | Whatsapp Group

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!