નવસારી

અપીલ:ફટાકડામાં હિન્દૂ દેવી દેવતા ઓના ફોટા છપાતા હિન્દુ લાયન્સ ગ્રુપ દ્વારા વેપારીઓને આવા ફટાકડા ન વેચવા અનુરોધ કર્યો

લક્ષ્મી બૉમ્બ સહિત કેટલાક ફટાકડા પર દેવી દેવતાઓના ફોટાઓ હોય છે

વેપારીઓ પણ આ મુદ્દા સાથે સહમત થયાં

નવસારી જિલ્લામાં હાલમાં દિવાળીના માહોલમાં ફટાકડાનું વેચાણ શરૂ થયું છે. જેમાં કેટલાક ફટાકડાઓમા હિન્દુ દેવી-દેવતાઓના ફોટા છપાયા છે ત્યારે આ ફટાકડાઓ ફુટયા બાદ હિંદુ ધર્મના પવિત્ર અને પૂજનીય દેવી દેવતાઓના ફોટા રસ્તે રઝળતા મોટાભાગે જોવા મળતા હોય છે.

જેથી હિન્દુ ધર્મમાં આસ્થા ધરાવતા લોકોને આ ફોટા જોઈને લાગણી દુભાય છે. જેથી ફટાકડા બનાવતી કંપનીઓ આવા ફોટા છાપવાનું બંધ કરે તેવી માંગ સાથે ગણદેવી અને બીલીમોરા વિસ્તારમાં હિન્દુ લાયન્સ ગ્રુપકાર્યકરોએ વેપારીઓને આવા ફટાકડા ન વેચવા માટે અનુરોધ કર્યો હતો.

નવસારી જિલ્લાના બીલીમોરા શહેર તેમજ ગણદેવી તાલુકામાંહિન્દુ લાયન્સ ગ્રુપ કાર્યકર્તાઓ બજારમાં નીકળી ને ફટાકડાઓ પર લક્ષ્મી માતાના ફોટા જોઈને વેપારીઓને આ ફટાકડા ન વેચવા માટે અપીલ કરી હતી સાથે જ આવતા વર્ષે જો કંપનીઓ માતાજીના ફોટા વાળો ફટાકડા આવે છે તો તેવો ફરીવાર વિરોધ કરશે તેવી વાત તેમણે ઉચ્ચારી હતી. દિવાળીના તહેવાર ઉપર લોકો ફટાકડા ફોડીને બેદરકાર બની ને આવા ફોટાઓ રસ્તે રઝળતા મૂકતા હોય છે ત્યારેહિન્દુ લાયન્સ ગ્રુપ સાથે ફટાકડા વેચતા વેપારીઓ પણ આ વાતથી સહમત થયા હતા અને આ વર્ષે માલ ભરાઇ ગયો છે ત્યારે આ સમગ્ર મુદ્દાનો ઉકેલ આવી શકે તેમ ન હોવાથી તેઓએ આવતા વર્ષે માતાજીની પ્રકૃતિ વાળા ફટાકડા નહીં વેચશે તેવી વાત કહેતા સમગ્ર મુદ્દો શાંત થયો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી ZATPAT News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | Youtube| Zatpat News | Telegram | Whatsapp Red

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!