લાઇફ સ્ટાઇલ

28 ઓક્ટોબરે શુકનવંતો ગુરુપુષ્યામૃત યોગ, 677 વર્ષ પછી ગુરુ-શનિનો સંયોગ

આ વખતે દિવાળીના એક સપ્તાહ પહેલા જ ગુરુપુષ્યામૃત સિદ્ધિ યોગ, આ દિવસે સોના, ચાંદી અને ચોપડાની શુકનવંતી ખરીદી થઈ શકશે. ખરીદી માટે દિવસના કોઈપણ શુભ ચોઘડિયા ઉત્તમ ગણાશે.

ગુરુવાર, 28 ઓક્ટોબરના રોજ આખો દિવસ અને રાત્રે પુષ્ય નક્ષત્ર રહેશે. આ દિવસે ગુરુવારે પુષ્ય નક્ષત્ર હોવાથી ગુરુ પુષ્ય યોગ બની રહ્યો છે. આ દિવસે અમૃત સિદ્ધિ યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ પણ રહેશે. આ વખતે 677 વર્ષ પછી ગુરુ પુષ્ય નક્ષત્ર પર ગુરુ અને શનિનો દુર્લભ યોગ બને છે.

મહત્વનું છે કે ગત વર્ષે કોરોના મહામારી વચ્ચે દિવાળી અને નવા વર્ષની ઉજવણીમાં ફિક્કો માહોલ રહ્યો હતો. જોકે આ વર્ષે કોરોના કાબૂમાં આવ્યો છે અને સાથે નિયંત્રણો પણ હળવા કરી દેવાયા છે. જેને પગલે છેલ્લા એક અઠવાડિયાથી બજારમાં ખરીદીનો ધમધમાટ દેખાઇ રહ્યો છે. તેવામાં આગામી ગુરુવાર એટલે કે 28 ઓક્ટોબરે ગુરુપુષ્યામૃત સિદ્ધિયોગ બની રહ્યો છે. દિવાળી પહેલાં આવતા પુષ્ય નક્ષત્રમાં નવી વસ્તુઓની ખરીદીને શુભ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે, આ દિવસે ખરીદેલી વસ્તુઓથી શુભફળ મળે છે. પુષ્ય નક્ષત્રના સ્વામી શનિદેવ છે. માટે શનિવાર કે શનિ દેવાના સ્વામિત્વના નક્ષત્રમાં જે કામ કરવામાં આવે તે લાંબા સમય સુધી ચાલે છે.

આ વર્ષે ગુરુ અને શનિ મકર રાશિમાં એકસાથે છે. બંને ગ્રહ માર્ગી રહેશે અને આ ગ્રહ પર ચંદ્રની નજર પણ રહેશે. તેનાથી ગજકેસરી યોગ પણ બનશે. ચંદ્ર ધનનો ગ્રહ છે અને આ યોગ દરેક પ્રકારે મંગળકારી રહેશે. 677 વર્ષ પહેલાં 5 નવેમ્બર 1344ના રોજ પણ ગુરુ-શનિની યુતિ મકર રાશિમાં હતી અને આ પ્રકારે ગુરુ પુષ્યામૃત યોગ બન્યો હતો. આ યોગમાં રોકાણ કરી શકાય છે. આ રોકાણ લાંબા સમયે લાભ આપશે. જોકે કોઈની સલાહ લઈને જ રોકાણ કરવું. ગુરુ અને શનિ વચ્ચે કોઈ શત્રુતા પણ નથી. આથી ગુરુવારે આવતું પુષ્ય નક્ષત્ર શુભ માનવામાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી ZATPAT News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | Navsari live Youtube| Zatpat News | Telegram | Whatsapp Group

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!