દેશવિદેશ

ફેસબુક પર પત્રકારો, નેતાઓ કે સેલિબ્રિટીની ઠેકડી ઊડાવવી ભારે પડશે, સેક્સ્યુઅલ કન્ટેન્ટ પોસ્ટ કરશો તો અકાઉન્ટ બૅન થઈ જશે

ફેસબુક હવે સેક્સ્યુઅલ કન્ટેન્ટ પોસ્ટ કરનારા અકાઉન્ટને બૅન કરી દેશે. કંપનીએ પોતાની પોલિસી અપડેટ કરી છે. આ હેઠળ જો કોઈ યુઝર પબ્લિક ફિગર જેમ કે સેલિબ્રિટી, પોલિટિશિયન, ક્રિકેટર અને પત્રકારને ટાર્ગેટ કરશે તો તેના વિરુદ્ધ એક્શન લેવામાં આવશે. યુઝરની પ્રોફાઈલ, પેજ, ગ્રુપ કે ઈવેન્ટ કાયમ માટે ડિલીટ કરી દેવામાં આવશે. ઘણીવાર સોશિયલ મીડિયા યુઝર્સ બોલિવૂડ સ્ટાર, ક્રિકેટર અને પોલિટિશિયનના મીમ્સ બનાવીને શૅર કરે છે. હવે આ પ્રકારના મજાકની યુઝરે બહુ મોટી કિંમત ચૂકવવી પડશે.

ફેસબુકના ગ્લોબર સેફ્ટી હેડ એન્ટિગોન ડેવિસે એક બ્લોગ પોસ્ટમાં લખ્યું કે, લોકોની છબિ ખરાબ કરવા અને ઓનલાઇન જેમતેમ બોલનારા યુઝર સામે કડક પગલાં લેવામાં આવશે. કંપનીએ પોલિસીમાં ફેરફાર કરીને પબ્લિક ફિગર અને ઈન્ડિવિઝ્યુઅલ વચ્ચેનો તફાવત હાઈલાઈટ કર્યો છે, જેથી અભિવ્યક્તિની આઝાદી યોગ્ય રીતે લાગુ થાય.

ડાયરેક્ટ મેસેજના નિયમોમાં ચેન્જ આવશે
ફેસબુક સામૂહિક રીતે લોકોને ટાર્ગેટ કરતી પોસ્ટ ડિલીટ કરશે. સાથે જ ઇનબોક્સમાં ડાયરેક્ટ મેસેજ મોકલવાના નિયમમાં પણ ચેન્જ આવશે. કંપની પ્રોફાઈલ અને પોસ્ટ પર કમેન્ટને વધારે સિક્યોર બનાવશે. ફેસબુકે કહ્યું, સેલિબ્રિટી અને ફેમસ લોકોની એક લિસ્ટ બનાવવામાં આવશે, જેથી તેમને ઓનલાઇન ટ્રોલિંગથી બચાવી શકાય.

ખોટી પોસ્ટ રોકતી ટીમને સાઈડલાઈન કરી ફેસબુક ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું
​​​​​​​ફેસબુકમાં પોલિસી અપડેટ તેની પૂર્વ કર્મચારી ફ્રાંસેસ હોગેનના ખુલાસા પછી આવી હતી. હોગેનની વાતો ટાઈમ મેગેઝીને પબ્લિશ કરી હતી. તેમાં ચોખ્ખું જણાવ્યું હતું કે, ફેસબુકે સોશિયલ મીડિયા પર ખોટી સૂચનાઓ અને નફરત ફેલાવતી પોસ્ટ વિરુદ્ધ લડતી ટીમને અન્ય મેમ્બર્સથી અલગ કરી હતી. ડિસેમ્બર 2020માં આ ટીમ હટાવી દીધી હતી. ઈન્સ્ટાગ્રામના અલ્ગોરિધમ યુવાનોના મગજ પર નેગેટિવ અસર પાડે છે આ વાત પણ કંપની ઇન્ટરનલ સર્વેમાં છુપાવી હતી.

ફેસબુકે 1,259 અકાઉન્ટ, પેજ અને ગ્રુપને બૅન કર્યા હતા. ફેસબુકે ઈરાનમાં 93 અકાઉન્ટ, 14 પેજ, 15 ગ્રુપ અને 194 ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ ડિલીટ કર્યા હતા. આ મુખ્ય રૂપે ઘરેલુ યુઝર્સને ટાર્ગેટ કરતા હતા. આ મહિને ફેસબુકે સુડાન અને ઇરાનમાં પણ એક્શન લીધી હતી. સુડાનમાં ફેસબુકે 116 પેજ, 66 અકાઉન્ટ, 69 ગ્રુપ અને 92 ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ ડિલીટ કર્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!