ગુજરાત

ગુજરાત સરકાર લાવી નાર્કો રિવોર્ડ પોલિસી, ડ્રગ્સની માહિતી આપનારાને મળશે ઈનામ

રાજ્યમાં નશાના વેપલાને નાબૂદ કરવા માટે બાતમીદારોને આકર્ષક રિવોર્ડ અપાશે. એટલું જ નહીં બાતમીદારોની તમામ માહિતીઓ પણ ગુપ્ત રાખવામાં આવશે એવું ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ હતુ

હાઈલાઈટ્સ:

  • ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ રાજ્યમાં કેફી દ્રવ્યોના સેવનને લઈને કરી મોટી વાત
  • નશાનું સેવન કે વેચનારાની માહિતી આપનારા વ્યક્તિને સરકાર આપશે રિવોર્ડ
  • માહિતી આપનારાનું નામ પણ ગુપ્ત રખાશે, નવી પોલિસી લાવવામાં આવી છે

ગાંધીનગરઃ ગુજરાતમાં ધીરે ધીરે નશાનું પ્રમાણ વધી રહ્યું છે. ખાસ કરીને યંગસ્ટર્સ વિવિધ કેફી પદાર્ષો અને નશાકારક દ્રવ્યોનું સેવન કરતા હોય છે. ત્યારે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ એક પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું કે, કેફી પદાર્થો કે માદક દ્રવ્યોની જાળમાં ફસાયેલા યંગસ્ટર્સને બહાર કાઢવા જરૂરી છે. આ લત ખરાબ છે અને તે શરીરને ખોખલુ કરી નાખે છે. ત્યારે હર્ષ સંઘવીએ અપીલ કરી હતી કે આ રસ્તો ત્યજી દઈ સન્માર્ગે વળવું જોઈએ.

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, જવાનીના જોશમાં હું પણ પહેલાં સિગારેટ પીતો હતો, પરંતુ પીએમ મોદી મને એક ટકોર કરી અને મેં સિગારેટ જીવનભર માટે છોડી દીધી. હું યંગસ્ટર્સને હાથ જોડીને અપીલ કરવા માગુ છું કે, તેઓ ડ્રગ્સ ફ્રી થઈ જાય અને રાષ્ટ્ર સેવામાં લાગી જાય. ડ્રગ્સ યંગસ્ટર્સના ભવિષ્યને બરબાદ કરી રહ્યું છે. આવા દુષણને ડામવા રાજ્ય સરકાર પણ કટીબદ્ધ છે. આ દૂષણને ડામવા યંગસ્ટર્સ પણ એની માહિતી પોલીસ સુધી પહોંચાડે ત્યારે જ આપણે આપણા યૌવનને સાકાર કરી શકીશું.

રાજ્યમાં છેલ્લાં બે ત્રણ મહિનામાં ઝડપાયેલા માદક અને નશીલા દ્રવ્યોના કારણે હવે ગુજરાતની છાપ પણ અન્ય રાજ્યો જેવી થતી જાય છે. કેટલાંક રાજ્યો હવે ઉડતા ગુજરાત કરીને ગુજરાતને બદનામ કરે છે. વાસ્તવિકતા એ છે કે, ગુજરાતના દરિયાઈ માર્ગે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન કે ઈરાનના રસ્તે ડ્રગ્સ ઘુસાડવામાં આવી રહ્યું છે. જેના કારણે પણ ગુજરાતની છબી ખરડાઈ છે. જેને લઈને રાજ્ય સરકારે એક નવી પોલિસી બનાવી છે. તે આશયથી રાજ્યમાં સૌ પ્રથમવાર નાર્કો રીવોર્ડ પોલિસીનો અમલ કરવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. જે અંતર્ગત કેફી પદાર્થની માહિતી આપનારા વ્યક્તિને ઈનામ આપવામાં આવશે.

હર્ષ સંઘવીએ કહ્યું કે, માદક, કેફી, નશાકારક પદાર્થો પર લગામ લગાવવા માટે રાજ્ય સરકાર કટીબદ્ધ છે. કોઈ વ્યક્તિ નશાનું સેવન કરતો હોય કે પછી વેચાણ કરતો હોય તો તેની બાતમી આપનારા વ્યક્તિને ઈનામ આપવામાં આવશે. એટીએસની સુચના બાદ મુખ્યમંત્રીના માર્ગદર્શને હેઠળ નવી પોલિસી લાવવામાં આવી છે. જેમાં જપ્ત કરેલા મુદ્દામાલના 20 ટકા સુધીનું રિવોર્ડ આપવામાં આવશે. સરકારી કર્મીઓ માટે 2 લાખથી વધુનું રિવોર્ડ આપવામાં નહીં આવે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી ZATPAT News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | Navsari live Youtube| Zatpat News | Telegram | Whatsapp Group

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!