દેશ

કોઈ પણ ડોક્યુમેન્ટ વગર આધાર કાર્ડ સાથે અપડેટ કરાવી શકો છો મોબાઈલ નંબર, અહીં જાણો આખી પ્રોસેસ

  • દેશમાં મોટાભાગની સરકારી યોજનાઓને આધાર સાથે જોડવામાં આવી છે

આધાર કાર્ડ નંબર લિંક કરાવવો જરૂરી છે. જો તમે મોબાઈલ નંબર બદલી દીધો છે અને તેને આધાર સાથે અપડેટ નથી કર્યો તો જલ્દીથી આ કામ પતાવી લો. મોબાઈલ નંબર અપડેટ કરાવવા માટે કોઈ ડોક્યુમેન્ટની જરૂર નહીં પડે. અમે તમને આધારમાં મોબાઈલ નંબર અપડેટ કરવાની પ્રોસેસ જણાવી રહ્યા છીએ.

અહીં છે આખી પ્રોસેસ

  • સૌપ્રથમ તમારી નજીકના આધાર કેન્દ્ર પર જાઓ.
  • અહીં તમને ફોન નંબર લિંક કરવા માટે એક ફોર્મ આપવામાં આવશે.
  • આ ફોર્મને આધાર કરેક્શન ફોર્મ કહેવાય છે. તેમાં સાચી જાણકારી ભરો.
  • હવે 25 રૂપિયા ફી આપીને ભરેલું ફોર્મ જમા કરી દો.
  • એ પછી તમને એક સ્લિપ આપવામાં આવશે. આ સ્લિપમાં અપડેટ રિકવેસ્ટ નંબર હશે.
  • આ રિકવેસ્ટ નંબરથી તમે ચેક કરી શકો છો કે નવો નંબર ફોન સાથે લિંક થયો છે કે નહીં.
  • ત્રણ મહિનામાં તમારું આધાર કાર્ડ નવા નંબર સાથે લિંક કરવામાં આવશે.
  • જ્યારે તમારું આધાર નવા નંબર સાથે લિંક થઈ જશે ત્યારે તે જ નંબર પર OTP આવશે.
  • આ OTPનો ઉપયોગ કરીને તમે ઓનલાઇન તમારું આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.
  • મોબાઈલ નંબર લિંકનું સ્ટેટસ તમે UIDAIના ટોલ ફ્રી નંબર પર કૉલ કરીને પણ જાણી શકો છો.

કેમ મોબાઈલ નંબર અપડેટ કરવો જોઈએ?
​​​​​​​દેશમાં મોટાભાગની સરકારી યોજનાઓને આધાર સાથે જોડવામાં આવી છે. આ સુવિધાઓનો લાભ લેવા માટે તમે આધાર નંબરનો ઉપયોગ વેરિફિકેશન પ્રોસેસ માટે કરશો તો તમારા મોબાઈલ નંબર પર આ માટે OTP મોકલવામાં આવશે.

આ OTP તમારા રજિસ્ટર્ડ કે ઈમેલ ID પર મોકલવામાં આવે છે. તેવામાં જો તમારો મોબાઈલ નંબર બદલાઈ ગયો છે તો આ OTP તમારા જૂના નંબર પર જ આવશે અને પછી તમે OTP પ્રોસેસ પૂરી નહીં કરી શકો. તેનાથી તમારે ઘણી તકલીફોનો સામનો કરવો પડે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી ZATPAT News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | Navsari live Youtube| Zatpat News | Telegram | Whatsapp Group

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!