વિદેશ

અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ આતંકવાદ માટે ના થવો જોઈએ, જી-20માં બોલ્યા PM મોદી


વડાપ્રધાને આંતરરાષ્ટ્રીય સમુદાયને અપીલ કરી કે તેઓ આ સંકટમાં અફઘાનિસ્તાનના જરૂરિયાતમંદ લોકો સાથે ઊભા રહે.

  • દુનિયાના સૌથી શક્તિશાળી 20 દેશોનો સમૂહ જી-20ની આ અસાધારણ મીટિંગ ખાસ અફઘાનિસ્તાનની હાલત પર ચર્ચા માટે બોલાવાઈ હતી.
  • આ સાથે જ પીએમ મોદીએ વિશ્વ સમક્ષ ઊભા થયેલા ખતરાથી લોકોને ચેતવ્યા.
  • આંતરરાષ્ટ્રીય સમુદાય અને જી-20ના દેશ એકસાથે પહેલ કરીને અફઘાનિસ્તાનની હાલતમાં સુધારો લાવી શકે છે.

 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અફઘાનિસ્તાનમાં ચાલી રહેલા સંકટ પર ચિંતા જાહેર કરી છે. પછી કહ્યું કે તેની જમીનનો ઉપયોગ આતંકવાદ માટે ના થવો જોઈએ. પીએમ મોદી બુધવારે જી-20 (G20) દેશોની મીટિંગને વર્ચ્યુઅલરીતે સંબોધિત કરી રહ્યા હતા.

દુનિયાના સૌથી શક્તિશાળી 20 દેશોનો સમૂહ જી-20ની આ અસાધારણ મીટિંગ ખાસ અફઘાનિસ્તાનની હાલત પર ચર્ચા માટે બોલાવાઈ હતી. મીટિંગનું આયોજન ઈટાલી તરફથી કરવામાં આવ્યું હતું. તેની પાસે અત્યારે સમૂહ દેશોની પ્રેસિડેન્સી છે.

પીએમ નરેન્દ્ર મોદીએ મીટિંગમાં જણાવ્યું કે કેવી રીતે ગત 2 દાયકાથી અફઘાનિસ્તાનના સર્વાંગી વિકાસમાં ભારતે મહત્વની ભૂમિકા ભજવી છે. જણાવ્યું કે કેવી રીતે ત્યાંની સામાજિક-આર્થિક દશાને બદલવા માટે 500 કરતા વધારે પ્રોજેક્ટને ભારતની મદદથી પૂરા કરવામાં આવ્યા. જેનાથી ત્યાંના યુવાનો અને મહિલાઓની હાલતમાં સુધારો પણ આવ્યો.

તેમણે કહ્યું કે આ પ્રયાસોથી ભારત અને અફઘાનિસ્તાનના લોકો વચ્ચે એક ખાસ મિત્રતાની ભાવના બની. તેવામાં હજુ પણ ત્યાં માનવીય કરુણાંત અને ભૂખમરાથી આખું ભારત દુ:ખી છે. વડાપ્રધાને આંતરરાષ્ટ્રીય સમુદાયને અપીલ કરી કે તેઓ આ સંકટમાં અફઘાનિસ્તાનના જરૂરિયાતમંદ લોકો સાથે ઊભા રહે. વડાપ્રધાન મોદીએ અફઘાનિસ્તાનમાં સમાવેશી તંત્રનું આહ્વાન કર્યું કે જેમાં મહિલાઓ અને અલ્પસંખ્યકોનું પણ પ્રતિનિધિત્વ હોય. તેમણે અફઘાનિસ્તાનને એકીકૃત પ્રતિભાવ માટે આંતરરાષ્ટ્રીય સમુદાયને પહેલ કરી હતી.

પરંતુ, આ સાથે જ પીએમ મોદીએ વિશ્વ સમક્ષ ઊભા થયેલા ખતરાથી લોકોને ચેતવ્યા. કહ્યું કે કટ્ટરવાદ, આતંકવાદ અને ડ્રગ-હથિયાર તસ્કરીથી ઊભા થયેલા ખતરા સામે સાથે મળીને લડવું પડશે. તેમણે ત્યાંના લઘુમતીઓની હાલત પર પણ ચિંતા વ્યક્ત કરી છે. પીએમ મોદીએ કહ્યું કે આંતરરાષ્ટ્રીય સમુદાય અને જી-20ના દેશ એકસાથે પહેલ કરીને અફઘાનિસ્તાનની હાલતમાં સુધારો લાવી શકે છે. 20 દેશોના સમૂહ જી-20ની આ ખાસ બેઠક અફઘાનિસ્તાનના મુદ્દાને લઈને આયોજિત કરવામાં આવી હતી. જી-20 દેશોના શિખર સંમેલનનું આયોજન ઈટાલી તરફથી કરવામાં આવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!