ઉત્તર ગુજરાત

અરવલ્લી : લિસ્ટેડ બુટલેગર ટોળકી અને આતંક મચાવનાર ૧૯ ગુંડાઓને એક જ ઝાટકે પુરા કરી નાખ્યા,GUJCTOC હેઠળ ગુન્હો નોંધ્યો

રિપોર્ટ. હિતેશ સુતરીયા ,અરવલ્લીઅરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતે જીલ્લામાં બુટલેગરો અને અસામાજીક તત્ત્વો સામે લાલ આંખ કરી સતત શખ્ત કાર્યવાહી કરી કરતા બુટલેગરોને જેલના સળીયા પાછળ ધકેલી દીધા છે જીલ્લામાં વિદેશી દારૂની હેરાફેરી, મારામારી, હત્યા, હત્યાનીકોશિષ,
અપહરણ,રાયોટીંગમાં સંડોવાયેલ અને પોલીસને નાકે દમ લાવી દેનાર ૧૯ ગુંડાઓની ટોળકી સામે પોલીસે ગાળીયો કસ્યો છે ભિલોડા પોલીસે ખૂંખાર બુટલેગરો સામે ગુજસીટોકનો ગુન્હો નોંધી એક જ ઝાટકે કાયદાનો પાઠ ભણાવી દીધો છે જીલ્લામાં પ્રોહીબીશન સહીત અસંખ્ય ગુન્હા આચરનાર ૧૯ બુટલેગરો જેલમાં રહે તો જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થીતી જળવાઈ રહે તે હેતુથી પોલીસે કાર્યવાહી કરી છે છેલ્લા કેટલાક વર્ષોથી જીલ્લામાં બુટલેગરોના આતંકથી પોલીસ અને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા
અરવલ્લી જીલ્લામાં એલસીબી કચેરીમાં પોલીસ પર હુમલો કરનાર ફ્રેક્ચર ગેંગ સામે ગુજસીટોકનો ગુન્હો નોંધાયા છે ત્યારે ગેરકાયદેસર ટોળકી બનાવી જીલ્લામાં વિદેશી દારૂની હેરાફેરીમાં સંકળાયેલા અને હત્યાની ઘટનાને અંજામ આપવામાં સહેજ પણ ખચકાટ ન અનુભવતા ભિલોડા પંથકના અને રાજસ્થાનના ૧૯ અસામાજીક તત્ત્વો સામે ગુન્હો નોંધ્યો છે જેમાંથી મોટા ભાગના બુટલેગરો જેલની હવા ખાઈ રહ્યા છે જયારે ૮ જેટલા અસામાજીક તત્ત્વોને ઝડપી પાડવા પોલીસ દોડાદોડી કરી રહી છે

INBOX :- કોની સામે GUJCTOC નો ગુન્હો નોંધાયો,વાંચો ખૂંખાર બુટલેગરોના નામ
૧)ભંવરલાલ ઉર્ફે સૂકો ઉર્ફે મહરાજ બાબુભાઈ ડુંડ (રહે,નાના ડોડીસરા)
૨)નીતિન પાઉલભાઈ બળેવા (રહે,ડોડીસરા)
૩)રાકેશ ઉર્ફે કાળીયો બાબુભાઇ ડુંડ (રહે,નાના ડોડીસરા)
૪)દીપક લક્ષમ્ણ અસોડા (રહે,ઝાંઝરી, રાજસ્થાન )
૫)ચીરાગ પ્રકાશચંદ્ર પંચોલી (ખેરવાડા,રાજસ્થાન)
૬)મહેશ ઉર્ફ કાળીયો કમજીભાઈ અસારી (રહે,ધંધાસણ)
૭)મનોજ ઉર્ફે મનુ પુનાભાઈ મનાત (રહે,બોરનાલા)
૮)ખાતું પુનાભાઈ મનાત (રહે,બોરનાલા)
૯)વસંત સુરજીભાઈ બરંડા (રહે,જેસીંગપુર)
૧૦)ચુનીલાલ ચીમનભાઈ નીનામા (રહે,ડોડીસરા)
૧૧)વનરાજ કાલીદાસ અસારી (રહે,જેસીંગપુર)
૧૨)માયકલ નગીનભાઈ ડામોર (રહે,નાના ડોડીસરા)
૧૩)અનીલ ઉર્ફે ગોદો ચીમનભાઈ નીનામા (રહે,નાના ડોડીસરા)
૧૪)કલ્પેશ પાઉલભાઈ બળેવા (રહે,નાના ડોડીસરા)
૧૫)જીવા પુનાભાઈ મનાત (રહે,બોરનાલા)
૧૬)મણીલાલ ઉર્ફે કાળું ચીમનભાઈ નીનામા (ડોડીસરા)
૧૭)ઇસ્કાન નવીનભાઈ ડુંડ (રહે,ડોડીસરા)
૧૮)લક્ષ્મણ બદાભાઈ મોડીયા (રહે,જાંબુડી,રાજસ્થાન)
૧૯)કીરીટ સુરજીભાઈ બરંડા (રહે,જેસીંગપુર)

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!