ઉત્તર ગુજરાત

પોલીસે જીવના જોખમે પાણીના પ્રવાહમાં ફસાયેલ બે યુવકોને બચાવ્યા : ઇસરી પોલીસે ગેડ નદીના કોઝવે પર દિલધડક રેસ્ક્યુ કર્યું

રીપોર્ટ. હિતેશ સુતરીયા,અરવલ્લીખાખીમાં રહેલી માનવતાના દ્રશ્યો અરવલ્લી જીલ્લામાં જોવા મળ્યા હતા જેમાં જીવના જોખમે પોલીસ જવાનોએ કોઝવેના પાણીમાં ફસાયેલ બે યુવકોને બચાવી લીધા હતા મેઘરજ તાલુકાના ઈસરી પંથક અને ઉપરવાસમાં મેઘકૃપા થતા ઇસરી વિસ્તારમાં નદી,નાળા છલકાતા ઇસરી પોલીસે તકેદારીના ભાગરૂપે રાજસ્થાન થી ગુજરાતમાં પ્રવેશતા માર્ગ બંધ કરવાની ફરજ પડી હતી પોલીસ પૂર આપત્તિ અને વ્યવસ્થાની કામગીરી શરૂ કરી રેલ્લાવાડા ચેકપોસ્ટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો વરસતા વરસાદ અને ગાઢ અંધારામાં પોલીસને ગેડ નદીના કોઝવે પરથી બચાવો બચાવોની બૂમો સાંભળતા પોલીસ ચોકી ઉઠી હતી અને પોલીસ તાબડતોડ પહોંચી જો તા બે યુવકો બાઈક સાથે કોઝવેના પીલર વચ્ચે ફસાયેલા નિઃસહાય હાલતમાં જોવા મળતા પોલીસે તાબડતોડ રેસ્કયુ ઓપરેશન કરી દોરડા વડે કોઝવેમાં ઉતરી જીવના જોખમે બંને યુવકોને બચાવી લીધા હતા ઇસરી પોલીસ બંને યુવકો માટે દેવદૂત સમાન સાબીત થઈ હતી
મોડાસા તાલુકાના વણીયાદ-કોકાપુરના જયદીપ અને જગદીશ પરમાર નામના યુવકો શનિવારે કામકાજ અર્થે રાજસ્થાન તરફ જઈ રાત્રીના સમયે પરત ફરતા રેલ્લાવાડા ગેડ નદીના કોઝવે પરથી પસાર થતા કોઝવે પરથી વહેતા ધમધસતાં પાણીના પ્રવાહમાં બાઈક સાથે બંને યુવકો તણાયા પછી કોઝવેના પીલ્લર વચ્ચે ફસાઈ જતા બચાવો બચાવોની બૂમો પાડી રહ્યા હતા નજીકમાં આવેલ ચેકપોસ્ટ પર અંધારામાં બચાવ બચાવની બૂમો સાંભળતા પોલીસ જવાનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા
ઇસરી પીએસઆઈ વી.વી.પટેલને સમગ્ર ઘટના અંગે જાણ કરતા પીએસઆઈ વી.વી.પટેલ અને પોલીસ જવાનોએ બંને યુવકોને બચાવવા રસ્સીની મદદ લઇ ધમધસતાં પ્રવાહમાં અંધારામાં બેટરીના લાઈટના સહારે ઉતરી કોઝવે પર પીલ્લર પર ફસાયેલ યુવકો પાસે પહોંચી બંને યુવકોને રસ્સીના સહારે જીવના જોખમે બંને યુવકોને પાણીમાંથી બહાર કાઢી બચાવી લીધા હતા મોતના મુખમાંથી બહાર આવેલા બને યુવકો તેમના પરીવારજનો અને લોકોએ પોલીસતંત્રની કામગીરીની સરાહના કરી હતી

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!