સુરત

ચાલુ ટ્રેનમાં ચઢવા જતા રત્નકલાકાર નીચે પટકાયો, બંને પગ કપાઈ ગયા

સુરતની ડાયમંડ કંપનીમાં રત્નકલાકાર તરીકે કામ કરતો કર્મચારી ઘરે જવા માટે સુરત રેલવે સ્ટેશન પર પહોંચ્યો હતો. ટ્રેનને લીલી ઝંડી મળતા ઉપડી હતી. ચાલુ ટ્રેનમાં ચઢવા જતા તે નીચે પટકાયો હતા.

હાઈલાઈટ્સ:

  • સુરત રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેનમાં ચઢવા જતા રત્નકલાકાર નીચે પટકાતા ટ્રેન નીચે આવી ગયો
  • ટ્રેન નીચે આવી જતા રત્નકલાકારના બંને પગ કપાઈ ગયા, આરપીએફે હોસ્પિટલ ખડેડ્યો
  • બંને પગ કપાઈ જતા રત્નકલાકારે હિંમત કરીને પોતાના સગાને ફોન કરીને અકસ્માતની જાણ કરી

રેલવે સ્ટેશન પર એક કરૂણ ઘટના રત્નકલાકાર સાથે બની હતી. એક રત્નકલાકાર પોતાનું કામકાજ પતાવીને ઘરે જઈ રહ્યો હતો. એ સમયે તે સુરત રેલવે સ્ટેશન પર પહોંચ્યો હતો. ત્યારે ટ્રેનને લીલી ઝંડી મળતા રત્નકલાકારે ચાલુ ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કર્યો હતો. અચાનક તે લપસી જતા પટકાયો હતો અને ટ્રેનની નીચે પગ આવી જતા તેના બંને પગ કપાઈ ગયા હતા. એ સમયે રેલવે સ્ટેશન પર ફરજ બજાવતા આરપીએફના જવાનો દોડી આવ્યા હતા અને તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો.

કોસાડ-ભરથાણમાં રહેતા રત્નકલાકાર દશરથભાઈ સુરતની ડાયમંડ કંપનીમાં રત્નકલાકાર તરીકે નોકરી કરે છે. સોમવારે દશરથભાઈએ નાઈટ શિફ્ટ કરી હતી. બાદમાં મંગળવારે સવારે તેઓ ઘરે જવા માટે નીકળ્યા હતા. ત્યારે તેઓ સુરત રેલવે સ્ટેશન પર પહોંચ્યા હતા. સુરત વડોદરા મેમૂ ટ્રેનનો ઉપડવાનો સમય થઈ ગયો હતો. ટ્રેનને લીલી ઝંડી મળતા તે ઉપડવા લાગી હતી. ત્યારે ચાલુ ટ્રેનમાં ચઢવા માટે દશરથભાઈએ પ્રયાસ કર્યો હતો.

અચાનક તેઓનો પગ લપસી પડ્યો હતો અને તેઓ નીચે પટકાયા હતા. ત્યારે તેમના બંને પગ ટ્રેનની નીચે આવી જતા કપાઈ ગયા હતા. તેઓ રેલવે સ્ટેશને કણસી રહ્યા હતા. તેમ છતા દશરથભાઈએ હિંમત નહોતી હારી. તેઓએ જાતે જ મોબાઈલથી ફોન કરીને પોતાના સંબંધીને અકસ્માતની જાણ કરી હતી. રેલવે સ્ટેશન પર ફરજ બજાવતા આરપીએફન જવાનો દોડી આવ્યા હતા. તેઓએ તાત્કાલિક 108ને જાણ કરી હતી. બાદમાં દશરથભાઈને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બાદમાં આની જાણ પોલીસને પણ કરવામાં આવી હતી.

રેલવે સ્ટેશન પર ફરજ બજાવતા આરપીએફના કર્મચારીઓ આવી ઘટના બને એ માટે લોકોને ચાલુ ટ્રેને ન ચઢવા માટે અપીલ કરતા હોય છે. અવાર નવાર આવા દ્રશ્યો પણ સોશિય મીડિયામાંથી સામે આવતા હોય છે કે, લોકો ચાલુ ટ્રેનમાં ચઢવા જતા પડી ગયા હોય. પરંતુ બધાના નસીબ સારા નથી હોતા. ક્યારેક મોત તો ક્યારેક કાયમી શારીરિક ખોડખાપણનો ભોગ બનવું પડતું હોય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી ZATPAT News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | Navsari live Youtube| Zatpat News | Telegram | Whatsapp Group

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!