દેશ

IAFનાં સુપર હરક્યુલિસનું રાજસ્થાનના નેશનલ હાઈવે પર લેન્ડિંગ

રાજસ્થાન નેશનલ હાઈવે પર ભારતીય વાયુસેનાના સુપર હરક્યુલિસનું સફળ લેન્ડિંગ. ડિફેન્સ મિનિસ્ટર રાજનાથ સિંહ અને રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નિતિન ગડકરી આ પ્રસંગે હાજર રહ્યા હતાા.

હાઈલાઈટ્સ:

  • રાજસ્થાનના નેશનલ હાઈવે પર IAFના વિમાનો માટે તૈયાર કરાયુ ઈમરજન્સી લેન્ડિંગ ફિલ્ડ
  • વાયુસેનાના સુપર હરક્યુલિસનું નેશનલ હાઈવે પર સફળ લેન્ડિંગ, હવે રસ્તા પર ઉતરશે પ્લેન
  • વાયુસેનાના ઈમરજન્સી લેન્ડિંગ માટે દેશમાં આવા 27 ઈમરજન્સી લેન્ડિંગ ફિલ્ડ બનાવાશે

રાજસ્થાનના બાડમેર સેક્ટર પાસે ગુરૂવારે નેશનલ હાઈવે 925એ પર બનાવવામાં આવેલા ઈમરજન્સી લેન્ડિંગ ફિલ્ડનું ઉદ્ઘટાન કરવામાં આવ્યું છે. આ દરમિયાન ભારતીય વાયુસેનાના C-130J સુપર હરક્યુલિસ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટનું સફળ લેન્ડિંગ કર્યુ હતું. ડિફેન્સ મિનિસ્ટર રાજનાથસિંહ, રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નિતિન ગડકરી, એર ચીફ માર્શલ એમકેએસ ભદોરિયા અને ચીફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત નેશનલ હાઈવે પર ઈમરજન્સી લેન્ડિંગ ફિલ્ડના ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજર રહ્યાં હતાં.

ખાસ વાત તો એ છે કે, આ વિમાનમાં રાજનાથસિંહ અને નિતિન ગડકરી પણ સવાર થયા હતા. મહત્વનું છે કે, હવે હાઈવે પર પણ ઈમરજન્સી લેન્ડિંગ કરી શકાશે. સુખોઈ 30MKI ફાઈટર જેટ દ્વારા મોક ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ઉપરાંત ભારતીય વાયુસેનાના AN-32 ફાઈટર જેટ અને MI17V5એ પણ લેન્ડિંગ કર્યુ હતું. આનું નિર્માણકાર્ય 2019માં શરૂ આવ્યું હતુ અને 2021માં તેનું કામ પૂર્ણ થયુ હતું.


હવે રસ્તા પર ઉતરશે વિમાનઃ રક્ષા મંત્રી
આ પ્રસંગે રાજનાથ સિંહે કહ્યું કે, આજનો દિવસ ઐતિહાસિક છે. હવે રસ્તા પર પણ વિમાન ઉતરશે. જે દર્શાવે છે કે, ભારતમાં કોઈ પણ પડકારનો સામનો કરવાની ક્ષમતા છે. તો ગડકરીએ કહ્યું કે, 45 કરોડના ખર્ચે 3 કિલોમીટરનું ઈમરજન્સી લેન્ડિંગ ફિલ્ડ તૈયાર કરવામાં આવ્યું છે. જેની ક્વોલિટી પણ સારી છે. જેનો ઉપયોગ ભારતીય વાયુસેનાના ઈમરજન્સી લેન્ડિંગ માટે કરવામાં આવશે. કહેવાય છે કે, પહેલીવાર એવું બન્યું છે કે, વાયુ સેનાના વિમાનો ઈમરજન્સી લેન્ડિંગ માટે હાઈવે પર ઉતર્યા હતા. ભારતીય વાયુ સેના માટે દેશમાં આવા 27 ઈમરજન્સી લેન્ડિંગ ફિલ્ડ બનાવવા વાતચીત ચાલી રહી છે.

2017માં યૂપીમાં થયુ હતુ મોક ડ્રિલ
આ પહેલાં ઓક્ટોબર 2017માં ભારતીય વાયુસેનાના લડાકૂ વિમાને લખનઉ આગ્રા એક્સપ્રેસ હાઈવે પર મોક લેન્ડિંગ કર્યુ હતું. આમ કરવાનો હેતુ એ હતો કે ભવિષ્યમાં જરૂર પડે તો નેશનલ હાઈવે ભારતીય વાયુ સેના ઈમરજન્સી લેન્ડિંગ કરી શકે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી ZATPAT News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | Navsari live Youtube| Zatpat News | Telegram | Whatsapp Group

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!