નવસારી

સંસ્કાર નિકેતન ઉત્તર બુનિયાદી શાળા સાંબાનાં કુમાર કન્યાઓને ઉત્કર્ષ મંડળ દ્વારા શૈક્ષણિક કીટ અપાઈ

નવસારીની સમાજ સેવી સંસ્થા ઉત્કર્ષ મંડળનાં સહયોગથી સુરત જીલ્લાનાં મહુવા તા.ની સાંબા ગામની સંસ્કાર ઉત્તર બુનિયાદી શાળામાં અભ્યાસ કરી રહેલાં આદિવાસી ૪૦ કુમાર તથા ૪૦ કન્યા છાત્રોને શૈક્ષણિક કીટ આપાવામાં આવી.
સંસ્કાર નિકેતન ઉત્તર બુનિયાદી શાળા સાંબાનાં પ્રાકૃતિક વાતાવરણમાં અભ્યાસ કરતા છાત્રોને મંડળ સંચાલકનાં પ્રમુખ કાંતુભાઈ વાંકડા, મંત્રી રમણભાઈ ઍમ. પટેલ, આચાર્ય અજીતભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં સાદગીપૂર્ણ સમારંભ યોજાયો હતો. શાળાનાં શિક્ષિકા સ્મીતાબેન અને વૃંદે પ્રાર્થના રજૂ કર્યા બાદ મંડળનાં શાળા સંચાલક મંડળનાં પ્રમુખ કાંતુભાઈ વાંકડાઍ તથા મંત્રી રમણભાઈ પટેલે ઉત્કર્ષ મંડળનાં પ્રમુખ હરેશ વશી તથા ઉપસ્થિત સભ્યો, દાતા સુશીલાબેન નાયક, મુકુંદભાઈ દેસાઈ, તૃષારભાઈ દેસાઈ, મહેશ નાયક, પત્રકાર દિલીપ નાયક, નગીનભાઈ લાડ, હીના નાયક, ધીરૂભાઈ તળાવિયા, નટુભાઈ શુમેકર વિગેરેનું સ્વાગત કર્યા બાદ ઉત્કર્ષ મંડળ તરફતી શાળામાં રહી અભ્યાસ કરી રહેલા ધો.૯-૧૦ નાં ૮૦ વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીનીઓને ૧૦ નોટબુક મોટી, કંપાસ બોક્ષ વિગેરેની કીટ ભેટ અપાઈ હતી.

ઉત્કર્ષ મંડળનાં પ્રમુખ હરેશ વશી, સુશીલાબેન તથા દિનેશભાઈ મિસ્ત્રીઍ પ્રાસંગિક ઉદ્બોધન કર્યુ હતું. સભા સંચાલન દિલીપ નાયકે કર્યુ. સાંબા શાળાનાં મંત્રી રમણભાઈ પટેલે ઉત્કર્ષ મંડળનાં દાતાઓ, સભ્યોનો આભાર માન્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!