નવસારી

મુખ્યમંત્રી બાળસેવા યોજના હેઠળ કોરોનામાં માતા-પિતા ગુમાવનાર બાળકોને આર્થિક સહાય આપવામાં આવશે

મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત કોરોનાની મહામારી દરમિયાન એક વાલી અથવા બંને માતા-પિતા ગુમાવનાર બાળકોને ગુજરાત સરકારનાં સામાજિક ન્યાય અને અધિકાર વિભાગ દ્વારા વાંસદા તાલુકા પંચાયત ખાતે તારીખ-૫/૮/૨૦૨૧નાં રોજ ચેરમેન ઓમપ્રકાશ અગ્રવાલ નવસારી બાળ કલ્યાણ સમિતિ તથા જીજ્ઞાબેન વૈદ તથા સમીરભાઈ પટેલ અને જિલ્લા બાળ સુરક્ષા એકમના કર્મચારી તથા વાંસદા તાલુકા પંચાયતનાં પ્રમુખ અને વાંસદા બીજેપીનાં તમામ કાર્યકર્તાઓ દ્વારા લાભાર્થીઓનાં ૩૨૦ જેટલા ફોર્મ ભરવામાં આવ્યા હતા. આ આયોજન હેઠળ ઍક વાલી ગુમાવનાર બાળકને માસિક રૂ. ૨૦૦૦ તેમજ માતા-પિતા બંને ગુમાવનારને માસિક રૂ. ૪૦૦૦ સીધા લાભાર્થીઓના ખાતામાં જમા કરવામાં આવશે.
આ પ્રસંગે વાંસદા તાલુકાનાં બીજેપી પ્રમુખ મણિલાલભાઈ, વિરલ વ્યાસ, ભગુભાઈ, રાકેશ શર્મા, સંજય બીરારી, પ્રદ્યુમનસિંહ સોલંકી, રસિકભાઈ ટાંક અને તા.પં.સભ્યો ગ્રા.પં.નાં સરપંચ હાજર રહીને લાભાર્થીઓનાં ફોર્મ ભરવામાં મદદરૂપ થયા હતા. તેમજ અંતમાં આવેલ તમામ લાભાર્થીઓનાં ફોર્મ પણ સ્વીકારવામાં આવ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!