નવસારી

ગાયત્રી મંદિર નવસારીમાં ઉત્કર્ષ મંડળ દ્વારા શૈક્ષણિક કીટનું વિદ્યાર્થીઓને વિનામૂલ્યે વિતરણ કરાયું

નવસારીની સમાજસેવી સંસ્થા ઉત્કર્ષ મંડળ તરફથી દાતાઓનાં સહયોગથી મળેલી શૈક્ષણિક સાધન, સામગ્રીનાં ૧૫૦ જેટલી કીટને વિદ્યાર્થીઓને વહેîચવાનો સાદો કાર્યક્રમ અત્રેનાં ગાયત્રી મંદિરનાં હોલમાં યોજાયો હતો.
ગાયત્રી શકિતપીઠનાં ભૂદેવ ટ્રસ્ટી બિપીન ઉપાધ્યાયનાં ગાયત્રી મંત્રોચ્ચારથી કાર્યક્રમની શરૂઆત કરાયા બાદ ઉત્કર્ષ મંડળનાં પ્રમુખ હરેશ વશીઍ ઉપસ્થિત લાભાર્થી વિદ્યાર્થીઓને, આમંત્રિતોને મંડળની વિવિધ પ્રવૃત્તિથી માહિતગાર કરી, મહેમાનોનો પરિચય આપી દાતાઓ સહયોગીઓનો આભાર માન્યો હતો. આજનાં પ્રસંગે ઉત્કર્ષ મંડળનાં દિલીપ નાયક, વિક્રમ દેસાઈ, ગોપાળભાઈ ટંડેલ, પ્રાસંગિક વાતો કરી મંડળની પ્રવૃત્તિને બિરદાવી હતી. સભામાં સાબરમતીથી દાંડી કુચમાં કડોલીનાં યુવા કાર્યકર નૈતિક દેસાઈï જાડાયા હતા. તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. ગાયત્રી મંદિર ટ્રસ્ટનાં પ્રમુખ તેમજ ઉત્કર્ષ મંડળનાં સહયોગી મુકુંદભાઈ દેસાઈ, કનુભાઈ ગાંધી, રસીક પરમાર, મહેશ નાયક, રમીલાબેન, ભાવેશ પરમાર વિગેરે ખાસ હાજર રહયા હતા. કાર્યક્રમનું સંચાલન ઉદ્ઘોષક તુષાર વ્યાસે કર્યુ હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!