નવસારી

નવસારી મદ્રેસાનાં ગ્રાઉન્ડ પર એથ્લેટીકસની સ્પર્ધાઓ સંપન્ન

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિએ વિભાગ ગાંધીનગર અને જીલ્લા રમત પ્ર.શિક્ષણ કેન્દ્ર નવસારી દ્વારા સીનીયર વિભાગ એથ્લેટીકસ સ્પર્ધાની ભાઈઓની એથ્લેટીકસ સ્પર્ધા આજ રોજ મદ્રેસા હાઈસ્કુલનાં જમશેદ વાડી પ્લે ગ્રાઉન્ડ ખાતે આયોજીત થઈ.

જેમાં ૧૦૦ થી વધુ યુવાનોએ ભાગ લીધો અને ૧૦૦ મીટર દોડ, ૨૦૦મી દોડ, ૪૦૦ મીટર દોડ, ૮૦૦ મીટર દોડ તથા ૧૫૦૦ મીટર દોડની સ્પર્ધા યોજાઈ હતી. સ્પર્ધામાં અનેક નવયુવાનો જાડાયા હતા. અને અત્યંત રસાકસી ભરી દોડની સ્પર્ધાઓ થઈ હતી.


નવસારી જીલ્લા રમત પ્ર.શિક્ષણ કેન્દ્રનાં સિનીયર કોચ અંકુરભાઈ જોષીએ તમામ વિજેતા સ્પર્ધકોને અભિનંદન પાઠવેલ હતા અને આગામી તા.૦૯/૦૮/૨૦૨૧નાં રોજ હિમ્મતનગર ખાતે સિનીયર ભાઈઓની ટીમ નવસારી જીલ્લાનું પ્રતિનિધિત્વ કરનાર ખેલાડીઓને મેડલથી સન્માનીત કરી પ્રોત્સાહન પુરૂ પાડેલ હતું.
સમગ્ર ટુર્નામેન્ટ સર સી.જે.એન.ઝેડ.મદ્રેસા સ્કુલનાં મર્ઝબાન પાત્રાવાલા, સેદાણે હાર્દિક તથા ધવલ વિઠ્ઠાણીએ સફળતા પૂર્વક પૂર્ણ કરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!