નવસારી

ઈનર વ્હીલ કલબ ઓફ નવસારી દ્વારા નવસારી સિવીલ હોસ્પીટલ ખાતે મમતા દિવસ ઉજવાયો

વિશ્વ સ્તનપાન અઠવાડિયાની ઉજવણીનાં ભાગ રૂપે નવસારી ઈનર વ્હીલ કલબ ઓફ નવસારી, રોટરી કલબ ઓફ નવસારી, રોટરેકટ કલબ અને અરિહંત પબ્લીક ચેરિટેબલ ટ્રસ્ટનાં સહયોગથી નવસારી સિવીલ હોસ્પીટલ ખાતે ગુરૂવારનાં સવારનાં ૧૧ કલાકે દીપ પ્રાગટય કરી મમતા દિનની ઉજવણી કરાઈ.

તેમાં સિવીલ હોસ્પીટલનાં ગાયનેકોલોજીસ્ટ ડો.નેહાબેન, ચાઈલ્ડ સ્પેશિયાલીસ્ટ ડો.આશાબેન, નર્સો અને ગર્ભવતી બેનો, નવા જન્મ આપેલ માતાઓ ઉપસ્થિત રહયા હતા. ડો.આશાબેન દ્વારા સૌ બહેનોને સ્તનપાનનાં મહત્વ વિશે સમજાવ્યું હતું. દરેક સુવાવડી બહેનોને અને ગર્ભવતી બેનોને પૌષ્ટિક આહારનું વિતરણ કરાયું હતું. તેમાં ખજુર, કેળા, સુખડી, સુકા કોપરાની વાટી, સુવાનો મુખવાસ અને દરેક બેનોને સાડી વિતરીત કરાઈ હતી.


આ પ્રસંગે ઈનરવ્હીલ કલબનાં પ્રમુખ રક્ષાબેન પટેલ, નૂતનબેન, રીનલબેન, દિવ્યાબેન, પ્રવિણાબેન, સ્નેહાબેન અને રોટરીનાં પ્રમુખ જીજ્ઞેશ પારેખ, સ્નેહલભાઈ, ડેઈઝીબેન, કવિતાબેન અને રોટરેકટની સભ્ય બેનો અને સમાજ સેવક મહેન્દ્ર દરબાર ઉપસ્થિત હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!