ઉત્તર ગુજરાત

UGVCL : વિદ્યુત સહાયકની પોલ કલાઈમબીંગ પરીક્ષામાં પોલ મ પોલ, હિંમતનગર ખાતે યોજાયલ પ્રેક્ટીકલ પરીક્ષામાં ભારે ગેરરીતીનો આક્ષેપ

રીપોર્ટ. હિતેશ સુતરીયા, અરવલ્લીગુજરાત ઈલેક્ટ્રીસીટી બોર્ડ (GEB)નું ખાનગીકરણ થયા પછી ખાનગી કંપનીઓ ભરતી પ્રક્રિયામાં કૌભાંડ આચરી બેરોજગાર યુવાનો સામે અન્યાય કરી રહી હોવાની બૂમો છાસવારે પડતી રહે છે
ઉત્તર ગુજરાત વીજ કંપની લીમીટેડ કંપનીમાં જુનીયર આ.એંજીનીયર,
ક્લાર્કની ભરતીમાં નોકરી માટે રીતસરના કાવડિયા બોલતા હોવાની ચર્ચાએ ચકચાર મચાવી હતી ત્યારે વિદ્યુત સહાયકની પ્રેક્ટીકલ પરીક્ષામાં પણ ભારે ગેરરીતી આચરવામાં આવી હોવાની બૂમો ઉઠી છે એક અરજદાર યુવકે તો વિજીલન્સ દ્વારા સમગ્ર પ્રેક્ટીકલ ભરતી પ્રક્રિયાની તપાસ કરવામાં આવેતો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જાય તેવું આત્મવિશ્વાસ સાથે ભાર પૂર્વક જણાવ્યું હતું
યુજીવીસીએલની વધુ એક ભરતી પ્રક્રિયામાં અન્યાય થયો હોવાની બૂમો ઉઠી રહી છે યુજીવીસીએલ દ્વારા વિદ્યુત સહાયકની જાહેરાત બહાર પાડવામાં આવી છે જેમાં પોલ કલાઈમબીંગ તરીકે લેવાતી પ્રેક્ટીકલ પરીક્ષામાં ભારે ગેરરીતી આચરવામાં આવી હોવાનો આક્ષેપ અનેક અરજદારોએ કર્યો છે જેમાં હિંમતનગર વર્તુળ દ્વારા લેવાયેલ પોલ કલાઈમબીંગ પરીક્ષામાં પોલ પર નીયત કરેલ સમયમર્યાદામાં અરજદારો ચઢી ગયા હોવા છતાં નાપાસ કરવામાં આવ્યા હોવાની સાથે વધુ સમય દર્શાવી ઓછા માર્ક આપી તેમજ પરીક્ષા લેનાર અધિકારીઓએ તેમના મળતિયા યુવકોને પોલ પર ચઢવા માટે બીજો પ્રયત્ન પણ આપવામાં આવ્યો હોવાનો એક અરજદારે આક્ષેપ કર્યો છે સમગ્ર પ્રેક્ટીકલ પરીક્ષાની વીડિયોગ્રાફીનું હેડ ઓફિસ દ્વારા તપાસ કરવામાં આવેતો મસમોટું કૌભાંડ બહાર આવી શકે છે
હિંમતનગર સર્કલ ઓફિસ દ્વારા થોડા સમય અગાઉ યુજીવીસીએલની પોલ કલાઈમબીંગ પરીક્ષા યોજાઈ હતી જેમાં ધવલ કુમાર જે પ્રણામી નામના યુવકે પ્રેક્ટીકલ પરીક્ષામાં હાજર રહી સમયમર્યાદામાં પોલ પર ચઢી ગયો હોવા છતાં તેને નાપાસ કરતા આઘાતમાં સરી પડ્યો હતો આખરે યુવાને અન્યાય થયો હોવાનો અહેસાસ થતા હિંમતનગર વર્તુળ કચેરીના જવાબદાર અધિકારીઓને લેખીત રજુઆત કરતા અને વીડિયોગ્રાફી જોવાંની માંગ કરતા અધિકારીઓએ યુવકને મહેસાણા હેડ ઓફિસે ધક્કો મારતા યુવક હક્કની લડાઈ માટે મહેસાણા હેડ ઓફિસ એમડીને રજુઆત કરવા પહોંચતા એમડીનો સંપર્ક ન થતા અન્ય અધિકારીએ યુવકની રજુઆત સાંભળી હિંમતનગર વર્તુળ કચેરીના અધિકારીઓ સાથે વાત કરી હિંમતનગર વિડીયોગ્રાફી જોવા મળશેનું જણાવતા યુવક હાલ વીડિયોગ્રાફી અને ન્યાયની માફક ફંગોળાઈ રહ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો


ધવલ પ્રણામી નામના પરીક્ષાર્થીના જણાવ્યા અનુસાર યુજીવીસીએલની વિધુત સહાયકની પ્રેક્ટીકલ પરીક્ષામાં પોલ પર નિયમાનુસાર હું પોલ પર ૨૦ સેકેંડમાં ચઢી ગયો હોવા છતાં મને અગમ્ય કારણોસર નપાસ કરવામાં આવ્યો છે તેમજ નિયમાનુસાર પ્રેક્ટીકલ પરીક્ષામાં પોલ પર ચઢાવામા પ્રથમ પ્રયત્ન્નમાં નિષ્ફળ રહેનાર પરીક્ષાર્થી નાપાસ જાહેર કરવામાં આવે છે તેમ છતાં કેટલાક યુવકોને બીજો પ્રયત્ન આપવામાં આવ્યો હતો ત્યારે નિયમનું ઉલ્લઘંન કરી જવાબદાર અધિકારીઓએ પ્રેક્ટીકલ પરીક્ષામાં ગેરરીતિ આચરી હોવાનો અહેસાસ અનુભવી રહ્યો હોવાથી રજુઆત માટે દરદર ભટકી રહ્યો છું પોલ કલાઈમબીંગ પરીક્ષામાં કરાતી વિડીયોગ્રાફીનું હાર્ડ ડીસ્કમાં થયેલ રેકોર્ડિંગની ચકાસણી કરવામાં આવે તો અનેક અધિકારીઓના પગ તળે રેલો આવી શકે છે નું ભાર પૂર્વક જણાવ્યું હતું અને આ રીતે ૧૦ થી વધુ યુવકો સામે અન્યાય થયો હોવાથી આગામી સમયમાં સમગ્ર ભરતી પ્રક્રિયાને કાયદાકીય રીતે પડકારવાનું આયોજન કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!