ડાંગ

ઘોળા દિવસે આકાશમાં તારા દેખાડતી કેન્દ્ર સરકારનાં વાયદામાં અટવાયેલી બીલીમોરા- વધઈ નેરોગેજ ટ્રેન ફરી ચાલુ નહીં કરવામાં આવે તો ફરી ઉગ્ર આંદોલન કરવાની ધારાસભ્ય અનંત પટેલ ની કેન્દ્ર સરકાર ને ચીમકી

દંડકારણય વન પ્રદેશ ડાંગ જિલ્લા અને ડુંગરાળ પ્રદેશ વાંસદા તાલુકાનાં આદિવાસી લોકોની જીવાદોરી સમાન બીલીમોરા-વઘઇ નેરોગેજ ટ્રેન ખોટમાં ચાલતી હોય બંધ કરવાના નિર્ણય બાદ અનેક વિવાદોના અંતે આ બીલીમોરા થીં વઘઈ નેરોગેજ ટ્રેન હેરિટેજના દરજ્જામાં આવતી હોય રેલવે તંત્ર દ્વારા પુનઃ શર્‌ કરવાની તજવીજ વચ્ચે  ટ્રેનનાં છ જ કોચ શરૂ કરી ટ્રેન શરૂ કરવાની વાતથી લોકોમાં અનેક પ્રશ્રો ઉઠી રહ્યા છે. શું  ટ્રેન શરૂ થશે કે કેમ એ હાલમાં લોકોમાં ચચૉનો વિષય બનવા પામ્યો છે. આ ટ્રેન ચાલુ ન કરવામાં આવેતો અમે ફરી ઉગ્ર આંદોલન કરીશું તેવી ચીમકી ધારાસભ્ય અનંત પટેલે આપી જ છે.


         લોકડાઉન બાદ અગાઉ ખોટમાં ચાલતી હોવાની વાત કરી રેલવે તંત્ર દ્વારા ગાડી બંધ કરવાના નિર્ણય બાદ રાજકીય આગેવાનો તેમજ વલસાડ સાંસદ રજુઆત તેમજ વાંસદા
ધારાસભ્યના ધરણા પ્રદશન બાદ બીલીમોરા-વઘઇ નેરોગેજ ટ્રેન પુનઃ શરૂ કરવાના વાયદાઓ વચ્ચે પશ્ચિમ રેલવે દ્વારા ગાડીમાં ૪ એસી કોચ શરૂ કરવાના ટ્રાયલ વચ્ચે લોકોમાં અનેક પ્રશ્રો ઉદભવી રહ્યા છે અને ગાડી પુનઃ શરૂ કરાવવા બાબતે લોકોમાં ઉત્કૃષ્તા જોવા  મળી રહી છે તેમજ ગાડીને પુનઃ શરૂ કરવા માટે વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ ફરી ધરણા પ્રદર્શન કરશે એવી બીકને લઈ તંત્ર માત્ર ગાડીની ટ્રાયલ કરી લોકોને આશ્વાસન આપી રહ્યું હોય અવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે કોરોના જેવી વૈશ્વિક મહામારીને કારલે સરકાર દ્વારા લોકડાઉન કરવામાં આવતા અનેક ટ્રેનો તેમજ વાહન વ્યવહાર બંધ કરવામાં આવતા બીલીમોરા-વઘઇ બંધ કરવામાં આવી હતી આદિવાસીઓની  ધરોહર બીલીમોરા-વઘઇ નેરોગેજ ટ્રેન ઉનાઈથી વઘઇ અપડાઉન કરતા આદિવાસી વિસ્તારની જીવાદોરી સમાન છે તેમજ સસ્તું ભાડું અને સરળ મુસાફરીનું એક માત્ર સાધન આદિવસીઓ માટે  આશીર્વાદ સમાન હોય તેમજ ઉનાઈથી વઘઇ સુધીની ગાડીની મુસાફરી ખુબજ આહલાદક અને રોમાંચક માનવામાં આવે છે. ઉનાઈથી વઘઇ સુધી રસ્તામાં આવતા ડુંગરો અને જગલોનું સૌંદર્ય ખુબજ રોમાંચક લાગે છે. આદિવાસી વિસ્તાર હોય લોકો સસ્તી મુસાફરી ઈચ્છતા હોય છે એવામાં પશ્ચિમ રેલવે તંત્ર દ્ધારા ગાડીમાં એસી કોચ શરૂ કરવાની વાત લોકોના ગળે ઉતરે તેમ નથી જોકે ટ્રેન ટ્રાયલ રન માટે આવી હતી ત્યારે  અધિકારીઓ ઉનાઈ વઘઇ સુધી ન આવતા ટ્રાયલ રન સફળ રહ્યો કે નિષ્ફળ કે પછી ગાડીશરૂ કરવાનો વિચાર પડતો મુકાયાં જવા અનેક સવાલો લોકોના મનમાં ઉદભવી રહ્યા છે.


હાલમાં કૉરાનાના કેસો ઘટવાને કારણે સરકાર દ્વારા ગાઈડ લાઇન જાહેર કરી નિયમોનું પાલન કરી ધંધા રોજગાર તેમજ મોલ, સીનેમાઘરો ખોલવા જણાવવામાં આવ્યું હોય એવાં બીલીમોરા-વઘઈ નેરોગેજ ટ્રેન પુનઃ શરૂ કરવામાં રેલવે તંત્ર કેમ  વિલંબ કરી રહ્યું હોય જાકે વલસાડ સાંસદ કે.સી.પટેલ દ્વારા રેલવે તંત્ર નેરોગેજ ટ્રેન પુનઃશરૂ કેમ કરવામાં ન આવી એ બાબતે લોકોમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો જોકે આદિવાસીઓ માટે જીવાદોરી સમાન બીલીમોરાથીં વઘઈ નેરોગેજ ટ્રેન પુન: શરુ કરવામાં ન આવે તો વાંસદા નાં લોક લાડીલા ધારાસભ્ય અનંત પટેલે ઘોળા દિવસે આકાશમાં તારા દેખાડતી  કેન્દ્ર સરકાર સામે ઉગ્ર આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!