વિડીઓ

ઈંટોને ઊંચાઈએથી નીચે ઉતારવા કર્યો ગજબનો જુગાડ!

જુગાડમાં ભારતીયોને કોઈ ના પહોંચે આ વાત આ વિડીયો જોઈને ફરી એકવખત સાબિત થઈ ગઈ છે. ઉદ્યોગપતિ હર્ષ ગોયન્કાએ શેર કરેલો આ વિડીયો ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

હાઈલાઈટ્સ:

  • ઉદ્યોગપતિ હર્ષ ગોયન્કાએ શેર કર્યો વિડીયો.
  • ઊંચાઈએથી ઈંટો ઉતારવા માટેનો જબરજસ્ત છે આ જુગાડ.
  • બે વાંસ અને એક ટાયરનો ઉપયોગ કરી ઈંટ ઉતારવાનો જોરદાર આઈડિયા લગાવાયો છે.

જુગાડમાં ઉસ્તાદ લોકો દરેક મુશ્કેલીનું સમાધાન શોધી લે છે. સોશિયલ મીડિયા પર વાયરલ આ વિડીયો એ વાતનો પુરાવો છે. હકીકતમાં, બિઝનેસમેન હર્ષ ગોયન્કાએ આ ક્લિપ શેર કરી છે, જેમાં એક વ્યક્તિ એક ઊંચાઈવાળી જગ્યાએથી ઈંટોને નીચે ઉતારવા માટે એવો આઈડિયા લગાવ્યો કે, બધા તેને ‘માસ્ટર ઓફ જુગાડ’ કહી રહ્યા છે. વિડીયો ક્યારનો અને ક્યાંનો છે, તે અંગે હજુ કોઈ જાણકારી મળી શકી નથી, પરંતુ લોકોને આ જુગાડ ઘણો જ પસંદ આવ્યો છે.

વિડીયોમાં જોઈ શકાય છે કે, એક વ્યક્તિ ઊંચાઈએથી ઈંટો નીચે ઉતારી રહી છે. પરંતુ તેના માટે તેણે એક જોરદાર આઈડિયા લગાવ્યો છે. જુગાડ એ છે કે, શખસે બે મોટા અને લાંબા વાંસને ઊભા રાખ્યા છે. અને નીચે એક નાની ટ્રોલી રાખી છે. ઉપરથી એ આ બંને વાંસની મદદથી ઈંટ નીચે સરકાવે છે અને ઈંટ સીધી ટ્રોલીમાં પડે તેના માટે વાંસમાં નીચેની તરફ એક ટાયર સેટ કર્યું છે. જેથી ઈંટ આ ટાયર સાથે અથડાઈને બાજુમાં પડેલી ટ્રોલીમાં પડે છે.

આ વિડીયો ટ્વીટર પર હર્ષ ગોયન્કાએ શેર કર્યો છે. તેમણે કેપ્શનમાં લખ્યું છે કે, ‘મેં ક્યારેય વિચાર્યું ન હતું કે, ટાયરનો આવો ઉપયોગ થઈ શકે છે. મનુષ્યની સર્જનાત્મકતાને સલામ!’

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!