ઉત્તર ગુજરાત

મેઘરજના રાયાવાડા મંદીરના પુજારી ગામની યુવતીનુ અપહરણ કરી ફરાર

રિપોર્ટ- હિતેશ સુતરીયા..અરવલ્લી

અરવલ્લી જિલ્લામાં શરમ જનક ઘટના સામે આવી છે ત્યારે કહેવાય કે મંદિરનો પૂજારી હંમેશા ચોખ્ખા મન અને દિલ થી પવિત્ર હોય છે ત્યારેજ એ ભગવાન ની પૂજા અર્ચના કરતો હોય છે પણ આજના આ યુગમાં મુખ માં રામ અને બગલ મે છૂરી જેવી વાત છે ત્યારે મેઘરજ તાલુકામાં એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જેને જોઈને બંધ બારણે પૂજા કરતા પૂજારીઓ જાગી જશે અરવલ્લી જિલ્લામાં મેઘરજ માં કલન્ક લાગે તેવી ઘટના સામે આવી છે એક પૂજારી ની કે મંદિરની પૂજાના નામે પોતાના કૃત્યો આજે બહાર આવ્યા છે અને ભગવાન ને છેતરી એક ખરાબ કૃત્ય કરનાર પૂજારી પ્રેમ પ્રકરણમાં બહાર પડ્યો છે વાત કરીએ તો આજથી આશરે અઢી વર્ષ પહેલા મેઘરજના રાયવાડા ગામના તળાવ પર આવેલ લક્ષ્મીમાતા,મહાદેવ,હનુમાન દાદા,ખોડીયાર માતાજીના મંદીરમાં પુજા કરવા માટે કિશનકુમાર રાજેન્દપ્રસાદ પુરોહીત રહે.મેઘરજ તા.મેઘરજ જી.અરવલ્લીનામની વ્યક્તિને ગામના બધા સભ્યોએ મળીને પુજારી તરીકે રાખેલો હતો. અને આ પુજારીને મહીને ૫૦૦૦/-આપવાના નક્કી કરેલા અને આ પુજારીને ગામના લોકો જમવા તેમજ સેવા પુજા કરવા માટે બોલાવતા હતા.અને આ પુજારી સુરેશભાઈ જીવાભાઈ ના ઘરે અવાર-નવાર આવતો-જતો હતો.આજથી એક વર્ષ પહેલા કિશનકુમાર રાજેન્દપ્રસાદ પુરોહીત રહે.મેઘરજ તા.મેઘરજ જી.અરવલ્લીનાઓએ સુરેશભાઈ ના દીકરા જયેશભાઇને વાત કરેલ કે આજે મારે તમારા ઘરે જમવાનુ છે તેમ કહેતા સુરેશભાઈ ના દીકરાએ પોતાના ઘરે જમવાનુ બનાવેલ અને આ પુજારી ઘરે રાત્રે દસ વાગ્યાના આસપાસ જમીને જતો રહેલ.અને તે પછી આ પુજારી ઘરે અવાર-નવાર જમવા માટે આવતો હતો.અને જમીને બે કલાક ભક્તીની તેમજ પુજા બાબતની વાતો કરતો હતો.

ત્યાર બાદ આજથી નવ માસ પહેલા પરિવાર દ્વારકા દર્શન કરવા ગયેલ તે વખતે તા.૧૩/૦૯/૨૦ ના રોજ સુરેશભાઈ ની દીકરીનો જન્મ દીવસ હોઇ કુટણ તળાવના મંદીરના મકાનમાં જન્મ દીવસ મનાવેલ અને સુરેશભાઈ ની દીકરીને કિશનકુમાર રાજેન્દપ્રસાદ પુરોહીતે એક એન્ડ્રોઇડ ફોન આપેલ અને તે ફોન બાબતે મે પુછતા દીકરી જણાવ્યું હતું કે મને મંદીરના પુજારીએ ફોન ગીફ્ટ આપેલ છે તેવી વાત કરેલ જેથી પિતા તરીકે દીકરીને મોબાઇલ બાબતે ઠપકો આપેલ અને તે મોબાઇલ લઇ લીધેલ જેથી તમોએ કેમ તમારી દીકરી પાસેથી ફોન લઇ લીધેલ છે તેવી વાત કરી કીશનકુમારે ધમકી આપેલ અને થોડા દીવસ પછી સુરેશભાઈ ના ઘરે આવેલ અને વાત કરેલ કે તમારી દીકરીને મારી સાથે લગ્ન કરી આપો અને કેટલા પૈસા તમારે જોઇએ છીએ તેવી વાત કરેલ.ત્યારબાદ તા.૧૨/૦૬/૨૧ ના રોજ સુરેશભાઈ અને પરીવાર (બાળકો) સાથે જમી પરવારીને સુતા હતા. અને તા.૧૩/૦૪/૨૧ ના રાતના દોઢેક વાગે સુરેશભાઈ ના ઘર નજીક આવેલ રોડ ઉપર એક ગાડી આવેલ અને ગાડીની સામેની લાઇટ પડતી હોવાથી લાઇટના અજવાળે મે જોયેલ તો કિશનકુમાર રાજેન્દપ્રસાદ પુરોહીત રહે.મેઘરજ તા.મેઘરજ જી.અરવલ્લીનાઓ જે સુરેશભાઈ ની દીકરીનો હાથ પકડીને તેની ગાડીમાં બેસાડી દીધેલ અને પોતે ગાડીની નજીક જતા-જતા ગાડી તેમને જોઇને આ ગાડી લઇને ભાગી ગયેલ અને ગાડી જોયેલ તો તે ગાડી ઇનોવા ગાડી હતી.તેનો નંબર જીજે-૦૯-બીબી-૩૦૮૧ નો હતો.અને ગાડીની અંદર આ કિશનકુમાર રાજેન્દપ્રસાદ પુરોહીત જોડે રહેતા તેના મિત્ર સિધ્ધરાજભાઇ નાનાભાઇ પટેલ રહે.સીસોદરા(મેઘાઇ) તા.મેઘરજ જી.અરવલી અને રવી ભરવાડ રહે. સાકરીયા હનુમાન મંદીરની પાછળ તા.મોડાસા જી,અરવલ્લીનાઓ હતા.અને આ ગાડી મેઘરજ તરફ લઇ ભાગી ગયેલા અને દીકરીની તપાસ કરેલી પરંતું સુરેશભાઈ ની દિકરીની તપાસ કરતાં મળી આવેલ નથી જેથી પોતાની દીકરી ને લલચાલી ફોસલાવી લગ્ન કરવાના ઇરાદે અપહરણ કરી લઇ ગયેલ હોય જે આજે દિન સુધી મળી આવી નથી જેથી.મેઘરજ પોલીસ સ્ટેશન ખાતે કિશનકુમાર રાજેન્દપ્રસાદ પુરોહીત રહે.મેઘરજ તા.મેઘરજ જી.અરવલ્લી તથા (૨).સિધ્ધરાજભાઇ નાનાભાઇ પટેલ રહે.સીસોદરા(મેઘાઇ) તા.મેઘરજ જી.અરવલી તથા (૩) રવી ભરવાડ રહે. સાકરીયા હનુમાન મંદીરની પાછળ તા.મોડાસા જી,અરવલ્લી ના એકબિજાની સાથે મદદગારીથી ઇનોવાગાડીમાં પોતાની દીકરી ગીતાબેન ઉ.વ.૧૯ વર્ષ ૯ માસ નીને લલચાવી ફોસલાવી લગ્ન કરવાના તેમજ બદકામ કરવાના ઇરાદે અપહરણ કરી ભગાડી લઇ ગયેલ છે તે ત્યારે પોતાની દીકરીના અપહરણ અંગ મેઘરજ પોલીસ સ્ટેશન મુકામે ફરિયાદ નોંધાવી હતી

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!