નવસારી

ડી.ડી. ગર્લ્સ રકતદાન શિબિરમાં ૩૨ યુનિટ રકત ઍકત્ર થયું

નવસારી કેળવણી મંડળ સંચાલિત ડી.ડી.હાઈસ્કુલ ફોર ગર્લ્સ ખાતે વિશ્વ રકતદાન અભિવાદન દિવસે શાળાની રાષ્ટ્રીય સેવા યોજના તથા જુનિયર રેડક્રોસ દ્વારા રકતદાન શિબિરનું આયોજન થયું હતું. આ શિબિરમાં ૫૨ વ્યકિતઓઍ રકતદાન કરવાની ઈચ્છા દર્શાવી નોધણી કરાવી હતી. કિતું રકતદાન પૂર્વે થતી ચકાસણીમાં ૨૦ વ્યકિતઓનાં લોહીમાં હીમોગ્લોબિન રકતકણોની સંખ્યા પર્યા ન હોય તેઍને રકતદાન માટે નાં પાડવામાં આવી હતી. આમ આ શિબિરમાં કુલ ૩૨ યુનિટ રકત ઍકત્ર થયું હતું.

શાળાનાં આચાર્યા અનીતાબેન વશીઍ રકતદાન શિબિરનો હેતુ સમજાવી સૌનું શાબ્દિક અભિવાદન કર્યુ હતું. સંસ્થાનાં પ્રમુખ ગિરીશભાઈ દેસાઈ અને મંત્રી તૃષારકાંત દેસાઈઍ પ્રાસંગિક ઉદ્બોધનમાં જીવનમાં રકતદાનનું મહત્વ સમજાવ્યું હતું અને રકતદાતાઓને બિરદાવ્યા હતા. આ પ્રસંગે નવસારી રેડક્રોસનાં પ્રમુખ ડો.અતુલ દેસાઈ, મહામંત્રી કેરશી દેબુ, ઘનશ્યામભાઈ પટેલ, નવસારી કેળવણી મંડળનાં ટ્રસ્ટીઓ ઠાકોરભાઈ નાયક, વિરેન્દ્ર દેસાઈ, રમણભાઈ પટેલ, વ્યવસ્થાપક સમિતિનાં સભ્ય દિલીપભાઈ નાયક વગેરે આ પ્રસંગે ઉપસ્થિત રહી રકતદાતાઓને પ્રેરણા પૂરી પાડી હતી.

રકતજૂથ (બ્લડ ગ્રુપ)નાં સંશોધક ડો.કાર્લ લેન્ડ સ્ટેઈનરનાં જન્મ દિવસ ૧૪મી જૂનને વિશ્વ રકતદાતા સન્માન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. શાળાનાં આચાર્યા અનિતાબેન આ વર્ષે સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ રહયા છે ત્યારે તેમણે આ રકતદાન શિબિરનું આયોજન કરી નિવૃત્તિ વર્ષને યાદગાર બનાવ્યું છે. ઉપસ્થિત મહાનુભવોઍ દીપ પ્રગટાવી રકતદાન શિબિરને ખુલ્લો મુકયો હતો. શાળાનાં ઍન.ઍન.ઍસ. અધિકારી પ્રજ્ઞાબેન વૈદ્ય, શાળાનાં શિક્ષક વૃંદે આચાર્યા અનિતાબેન વશી અને સુપરવાઈઝર અરૂણાબેન પટેલનાં માર્ગદર્શન હેઠળ આ રકતદાન શિબિરને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. અત્યાર સુધીમાં ૨૧ વખત રકતદાન કરનાર શાળાનાં શિક્ષક જતીનભાઈ પટેલનું બુકે અને તુલસીનો છોડ તથા ચકલીઘર ઍનાયત કરી અભિવાદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રૂપિયા દોઢ લાખને ખર્ચે શાળાની ૭૫ વિદ્યાર્થીઓને જીવન જરૂરી ચીજાની કીટ આપવા દાતાઓને પ્રેરણા આપનાર શાળાનાં સમાજ સેવી શિક્ષક સુરેશભાઈ ત્રિવેદીનું પણ ખાસ સન્માન કરવામાં આવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!