નવસારી

નવસારી જિલ્લામાં ૧૫ દર્દીઓને રજા આપવામાં આવી

સોમવારનાં રોજ નવા ૦૯ કોરોના પોઝીટીવ કેસો નોધાયાં

નવસારી જીલ્લામાં રવિવારે લેવાયેલ સેમ્પલોમાંથી સોમવારનાં રોજ ૯ દર્દીઓ કોરોનાનાં નોધાયા હતા. જેમાં નવસારી ૦૩, ગણદેવી ૦૩, વાંસદા ૦૨ અને ચીખલી ૦૧ મળી કુલ ૦૯ દર્દીઓ નોધાયા હતા. તેથી નવસારી જીલ્લામાં સોમવારનાં રોજ કુલ પોઝીટીવ આંક ૭૦૮૬ થયો હતો. નવસારી જીલ્લામાં સોમવારનાં રોજ ૧૫ દર્દીઓને રજા આપવામાં આવી હતી. જેની સાથે કુલ સાજા થયેલ દર્દીઓની સંખ્યા ૬૭૭૮ થઈ હતી. નવસારી જીલ્લામાં સોમવારનાં રોજ ઍક પણ દર્દીનું મૃત્યુ નોધાવા પામ્યું ન હતું. તેથી અત્યાર સુધીમાં કુલ મૃત્યુ પામેલા દર્દીઓની સંખ્યા ૧૮૯ થઈ હતી. અને ઍકટીવ કેસોનો આંક ઘટીને ૧૧૯ થયો હતો. નવસારી જિલ્લામાં અત્યાર સુધી કોરોના મહામારીનાં શંકાસ્પદ વ્યક્તિઓના ૨૮૨૭૧૯ જેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે. તેમાંથી આજ સુધીમાં કુલ ૨૭૪૭૨૬ નેગેટીવ આવ્યા હતા. જેમાં સોમવારનાં રોજ વધુ ૯૦૭ સેમ્પલો લેવામાં આવ્યા હતા.


સોમવારે નોધાયેલ કોરોનાનાં દર્દીઓ
(૧) નિર્મલા વિનોદભાઈ રાઠોડ – ૫૨ વર્ષીય મહિલા – માહ્નાવંશી, સાદડવેલ, ચીખલી
(૨) જયેશ બાબુભાઈ હળપતિ – ૪૩ વર્ષીય પુરૂષ – વિશાલ નગર સોસાયટી, ઈટાળવા, નવસારી
(૩) કાજલ દેવેન્દ્રભાઈ ટંડેલ – ૩૯ વર્ષીય મહિલા – તુલસીવન, નવસારી
(૪) રીટાબેન કમલેશભાઈ પટેલ – ૩૭ વર્ષીય મહિલા – તાડ ફળિયા, મહુડી, નવસારી
(૫) કાજલ કરસનભાઈ પટેલ – ૨૭ વર્ષીય મહિલા – લુહાર ફળિયા, ઉંડાચ, ગણદેવી
(૬) કલ્પના બાબુભાઈ ગાવિત – ૨૫ વર્ષીય મલિ – ઘાંચીવાડ, નાંદરખા, ગણદેવી
(૭) મિનાબેન પંકજભાઈ નાયકા – ૩૬ વર્ષીય મહિલા – વેઠીયાવાડ, દુવાડા, ગણદેવી
(૮) ઉમંગ રાજુભાઈ પટેલ – ૨૧ વર્ષીય યુવક – આઝાદ ચોક, લીમઝર, વાંસદા
(૯) જશુ બહાદુરભાઈ પટેલ – ૪૦ વર્ષીય પુરૂષ – ડુંગરી ફળિયા, મોટીવાલઝર, વાંસદા

સોમવારે રજા અપાયેલ કોરોનાનાં દર્દીઓ
(૧) મયંક ભરતભાઈ પટેલ – ૨૪ વર્ષીય યુવક – તળાવ નજીક, વલોટી, ગણદેવી
(૨) સંજય છોટુભાઈ પટેલ – ૪૯ વર્ષીય પુરૂષ – કોળીવાડ ફળિયા, પારડી, નવસારી
(૩) પુર્વા અજીતભાઈ પટેલ – ૧૩ વર્ષીય બાળકી – સિમીયા ફળિયા, સામાપોર, જલાલપોર
(૪) ભાવિકા દલપતભાઈ ટંડેલ – ૨૮ વર્ષીય મહિલા – મિલન ફળિયા, ઓજલ માછીવાડ, જલાલપોર
(૫) આર્યન અલ્પેશભાઈ પટેલ – ૧૮ વર્ષીય યુવક – દેસાઈપોળ, અબ્રામા, જલાલપોર
(૬) ભારતી પોપટજી કુડેચા – ૨૧ વર્ષીય યુવતી – શ્રી ક્રિષ્ના હોટલ, લુન્સીકુઈ, નવસારી
(૭) ભાર્ગવ જગદીશભાઈ પટેલ – ૨૫ વર્ષીય યુવક – શિવપાર્વતી, જમાલપોર, નવસારી
(૮) દિનેશ નારણભાઈ પટેલ – ૬૨ વર્ષીય પુરૂષ – પટેલ ફળિયા, કછોલ, નવસારી
(૯) રીટાબેન સંજયભાઈ પટેલ – ૩૫ વર્ષીય મહિલા – ઝાડી ફળિયા, રૂઝવણી, ખેરગામ
(૧૦) મયુર ઠાકોરભાઈ પટેલ – ૨૮ વર્ષીય પુરૂષ – ઢોડિયા વાડ, નોગામા, ચીખલી
(૧૧) નયના દિનેશભાઈ પટેલ – ૩૬ વર્ષીય મહિલા – સિમીયાવાડ, ખાંભડા, ચીખલી
(૧૨) સુમિત્રા ભગુભાઈ પટેલ – ૩૨ વર્ષીય મહિલા – સુધાવાડી, હરણગામ, ચીખલી
(૧૩) ધરા કિશોર – ૨૧ વર્ષીય યુવતી – સડક ફળિયા, કંડોલપાડા, વાંસદા
(૧૪) દક્ષા પ્રકાશભાઈ પટેલ – ૩૩ વર્ષીય મહિલા – મના ફળિયા, ઍધલ, ગણદેવી
(૧૫) વિકી જયેશભાઈ પટેલ – ૨૧ વર્ષીય યુવક – ઈશ્વર ફળિયા, માસા ભાગડ, ગણદેવી

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!