નવસારી

ગણદેવી તાલુકાનાં પાટી ગામની નહેરમાં ગાબડું પડયું

ગણદેવી તાલુકાનાં પાટી ગામે નહેરનું નવિનીકરણનું કામ થઈ રહયું હતું. દરમ્યાન નહેરમાં મસમોટું ગાબડું પડતાં નહેરનાં પાણી આસપાસનાં ખેતરોમાં ફરી વળ્યા હતા. ગામનાં ખેડૂતોનાં જણાવ્યા પ્રમાણે સિંચાઈ વિભાગની બેદરકારીને કારણે નહેરમાં ગાબડું પડયું છે. જેના માટે કોણ જવાબદાર છે તે શોધી કાઢવું જાઈઍ.

ગણદેવી નજીકનાં અંભેટાથી નિકળી પાટી ગામમા થઈ વલોટી વિસ્તારમાં જતી પાટી નહેરનું નવીનીકરણનું કામ આરંભાયું હતું. કોન્ટ્રાકટરનાં કામમાં સિંચાઈ વિભાગ તરફથી પુરતું ધ્યાન આપવું જરૂરી હતું. જે જગ્યાઍ ગાબડું પડયું છે તે જગ્યાઍ કોન્ટ્રાકટરે કામ અદુરૂ રાખ્યું હતું. અને ઉપરવાસમાંથી નહેરમાં પાણી આવતાં જ અધુરા મુકેલા કામની જગ્યાઍ મસમોટું ગાબડું પડયું હતું. નહેરમાં ગાબડુ પડવાની સાથે જ નહેરનું પાણી આસપાસનાં ખેતરોમાં ફરી વળ્યું હતું અને જેઓ આ ખેતરોમાં ડાંગરનાં ધરૂ નાંખવાની તૈયારી કરી રહયા હતા તેઓનું કામ બગાડી નાંખ્યું હતું. ગામનાં અગ્રણી ખેડૂત ધર્મેશ પટેલનાં કહેવા પ્રમાણે નજીકનાં દિવસોમાં ચોમાસુ બેસી જશે અને ખેડૂતોઍ ડાંગરનાં ધરૂ નાંખવા પડશે. આ પહેલાં ખેતરો સુકા થઈ જવા જરૂરી છે. અને નહેરની મરામત સમયસર નહીં થાય તો આસપાસનાં ખેતરોમાં સતત પાણી ભરાયેલા રહેશે અને ડાંગરનાં ધરૂ વાવણી થઈ શકશે નહીં. આ સંજાગોમાં નહેરનાં ગાબડાની મરામત તાત્કાલીક હાથ ધરાય ઍવું ખેડૂતોની સાથે ગામલોકો પણ કહી રહયા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!