નવસારી

ઍંધલમાં નિરાલી કેન્સર હોસ્પિટલનાં હેલ્થ ચેકઅપમાં ૮૮ દર્દીઓઍ લાભ લીધો

ગણદેવી તાલુકાનાં ઍંધલ ગામે નીછાભાઇ રત્નજી નાયક પ્રાથમિક શાળામાં નિરાલી કેન્સર હોસ્પિટલ નવસારી અને ગ્રામપંચાયત દ્રારા હેલ્થ ચેક અપ કેમ્પ યોજાયો હતો. આ હેલ્થ કેમ્પની શરૂઆત દીપ પ્રાગટ્ય વિધિ થી કરાય હતી આ કાર્યક્રમમાં ઍંધલનાં સરપંચ કલાબેન મયંકભાઈ દેસાઈ, ઉપ સરપંચ રાહુલ ઍન.પટેલ, તા.પ.સભ્ય રીનુબેન ઍ.પટેલ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્ના હતા. મેહમાનો પરિચય અને સ્વાગત પ્રાથમિક શાળાનાં આચાર્ય નિરલભાઈ પટેલે કર્યો હતો સવારે ૯/૩૦ કલાક થી ૧૨/૩૦ કલાક સુધી ચાલેલા આ કેમ્પમાં નિરાલી કેન્સર હોસ્પિટલનાં ડો.સોહમભાઈ રાઉત, ડો.અંકિતાબેન પટેલ, ડો.જેનાબ ભામજી અને ડો.કેતા દેસાઈ દર્દીઓની તપાસ કરી હતી. આમ આ કેમ્પમાં ૮૮ જેટલા દર્દીઓઍ લાભ લીધો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!