ગુજરાત

ગુજરાતના રૂપાણી મંત્રીમંડળના વિસ્તરણની તૈયારી : પ્રદેશ ભાજપમાં ધમધમાટ શરૂ

આગામી 2022નો ચુંટણી જંગ જીતવા ઘડાતી રણનીતિ

આગામી ૧૫મી જૂને ભાજપના તમામ ધારાસભ્યોએ ગાંધીનગરમાં હાજર રહેવાનો આદેશ

ભાવિક દલાલ, ગાંધીનગર
હાલમાં ભાજપમાં દિલ્હીથી આ દેશ આવ્યા બાદ આગામી છ રાજયોની ચૂંટણીને અનુલક્ષીને અત્યારથી તૈયારીઓ શરૂઆત થઈ રહી છે આગામી વરસ 2022માં દેશના છ મોટા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી થવા જઈ રહી છે તેમજ કોરોનાવાયરસ મહા બીમારીના સમયમાં આ ચૂંટણીઓ ખૂબ જ લોખંડના ચણા જેવી ગણાય છે અને ખુબ જ અઘરી સાબિત થવાની છે ત્યારે રાજકીય પાર્ટીઓ પોતપોતાની તૈયારીઓ અત્યારથી શરૂ કરી દેવામાં આવી છે.

દિલ્હી ખાતે ભારતીય જનતા પાર્ટીના ઉત્તર પ્રદેશ અને ગુજરાત ખૂબ જ મહત્વનું રાજ્ય ગણી રહ્યા છે એવામાં છેલ્લા એક મહિનાથી ઉત્તર પ્રદેશમાં ભાજપમાં હલચલ ખૂબ જ વધી ગઈ છે જેના કારણે ગુજરાતમાં પણ ભાજપમાં નવાજૂની કરે એવાં એધણ વર્તાઇ રહ્યા છે ગુજરાતમાં ૧૫મી જૂને ભાજપના તમામ ધારાસભ્યો એ ગાંધીનગર બેઠકમાં હાજર રહેવાનો આદેશ ગુજરાતના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા આપવામાં આવ્યો છે ત્યારે 2022 પહેલા ગુજરાતમાં ભાજપની સરકારમાં મોટા પાયે ફેરફાર થાય એવી શક્યતા હાલ વર્તાઈ રહી છે
સચિવાલયના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગુજરાત સરકારના વિજયભાઈ રૂપાણી મંત્રીમંડળમાં ફેરફાર થાય એવી શક્યતા દેખાઈ રહી છે ગુજરાત સરકારમાં મંત્રી મંડળ ને લઈને ચાલી રહેલી હલચલ સ્પષ્ટપણે માનવામાં આવી રહ્યું છે ત્યારે રાજ્ય સરકાર નું મંત્રીમંડળ માં જેટલી જગ્યા ખાલી ઓ છે તે મંત્રીમંડળ સંપૂર્ણપણે ભરાઇ જશે તેમજ બોર્ડ અને નિગમ માં મોટાપાયે ફેરફારના શક્યતા છે.

ગુજરાત સરકારના મંત્રીમંડળમાં ગરબા થાય એવી શક્યતા હાલ વર્તાઈ રહી છે સુરત આવો છે કે વિજયભાઈ રૂપાણી મંત્રીમંડળમાંથી કેટલા મંત્રીઓને પડતાં મૂકાય તેવી શકાય છે તેમના ખાતા પણ બદલી શકાય છે વિજયભાઈ રૂપાણી મંત્રી મંડળના નવા મંત્રીમંડળમાં મોટેભાગે સંગઠનનો દબદબો જોવા મળે તેવી શક્યતા વધુ છે ખાસ કરીને ગુજરાતમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના નેતાઓને પ્રાધાન્ય આપવામાં આવે તેવી શક્યતા હાલ માં દેખાઈ રહી છે અને જે પણ ફેરફાર થાય આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને જ કરવામાં આવશે તેના આધારે જ નેતાઓને જવાબદારી સોંપવામાં આવશે ચર્ચાઓ ભાજપ ના મોવડી મંડળ માંથી બહાર આવી રહ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે આગામી 15 જૂન પછી જ ગુજરાતમાં મંત્રી મંડળમાં ફેરફાર થઈ છે કે એ જોવાનું રહેશે

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!