નવસારી

વિજલપોરના રામનગર વિસ્તારમાં એક ઘરમાં જુગાર રમતા ૮ જુગારીઓ ઝડપાયા


વિજલપોર પોલીસમાંથી મળતી માહિતી મુજબ વિજલપોર વિસ્તારમાં આવેલા રામનગર ખાતેના શનેસ્વરનગર ખાતે આવેલ એક મકાનમાં જુગાર રમતો હોવાની બાતની વિજલપોર પોલીસને મળી હતી જેથી વિજલપોર પોલીસ મથકના પીએસઆઈ એસ. એફ. ગોસ્વામી દ્વારા પોલીસ કાફલા સાથે શનેસ્વરનગર ખાતેના મકાન પર રેડ કરવામાં આવી હતી. જ્યાંથી જુગાર રમતા ૮ જુગારીયાઓને રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. જેમાં પ્રદીપ રામનરેશ ચોહાણ, વિસ્વજીત ચોહાણ, હિરલ ચોહાણ, ભોલા રામનરેશ ચોહાણ, સુરજ ચોહાણ, રામકેવલ ચોહાણ, રામસોચ ચોહાણ અને રાકેશ ચોહાણને ઝડપી પાડી તેમની પાસેથી રોકડા રૂપિયા ૬,૩૧૦ અને 3 બાઈક સાથે ૫ મોબાઈલ મળી કુલ ૭૬,૮૧૦ રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો હતો. અને આ તમામ આરોપીની સામે ગુનો નોધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!