નવસારી

નહેરુ યુવા કેન્દ્ર દ્વારા વૃક્ષોનાં જતન અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

નહેરુ યુવા કેન્દ્ર દ્વારા નવસારી વૃક્ષારોપણ દિન નિમિત્તે નવસારી ઍગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ ઉપરાંત દરેક વ્યક્તિઓને પર્યાવરણ અંગે જાગૃત કરવામાં આવ્યા હતા તથા વૃક્ષો વાવવા તથા તેનું જતન કરવા અંગે અંગેનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઍગ્રીકલ્ચર યુનિવર્સિટીનાં કુલપતિ ડૉ.ઝીણાભાઈ પટેલે યુવાઓને વૃક્ષારોપણ સાથે સાથે તેનું જતન કરવા અંગે પણ ભલામણ કરી હતી. નેહરુ યુવા કેન્દ્રનાં જિલ્લા યુવા અધિકારી વર્ષાબેન રોઘાઍ જણાવ્યું હતું કે, જો યુવા ઍક સાથે મળી જાય તો સમાજમાં સારુ પરિવર્તન લાવી શકીઍ છે તો દરેક યુવાઓ ઍક વૃક્ષ વાવવાની પ્રતિજ્ઞા લઈઍ. તેમજ સૌ સાથે મળીને આ કોરાના જેવી મહામારીને હરાવવા કટિબધ્ધ બનીઍ. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી પ્રશસ્તિ પરીક યુનિવર્સિટીનાં સિનિયર સાયન્ટિસ્ટ ડૉ.ટીંબડિયા, તપસ્યા નારી સેવા સમિતિનાં રાષ્ટ્રીય અધ્યક્ષ રિશિદા ઠાકોર અને જીલ્લાનાં તમામ નેશનલ યુથ વોલેન્ટીયર ઉપસ્થિત રહયાં હતાં.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!