નવસારી

ચીખલી પોલીસે આલીપોર ગામેથી બેનઝીન કેમિકલ બેરેલ સહિતનો રૂ.૨૦,૮૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી

બનાવની પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર આલીપોર ગામનાં વાંઝરી ફળીયામાં પ્રકાશ માંગીલાલ ખટિક નાઓ સુરત હજીરાથી ટેન્કરોમાં ભરી આવતું કેમિકલ ડ્રાઇવર અને ક્લીનરને લાલચ આપી પોતાનાં આર્થિક ફાયદા સારું કેમિકલ કઢાવી અલગ અલગ બેરેલમાં ભરતો હોવાની માહિતીનાં આધારે પોલીસે છાપો મારી ત્યાંથી બેનઝીન નામનું પ્રવાહી ૪૦-લીટર કિંમત રૂ.૩,૬૦૦/- તથા નાના મોટા કેરબા નંગ-૫૦ કિંમત રૂ.૧૦,૦૦૦/- તથા લોખંડનાં બેરેલ નંગ-૧૨ કિંમત રૂ.૭,૨૦૦/- મળી કુલ્લે રૂ.૨૦,૮૦૦/- ના મુદ્દામાલ કબ્જે કરી પ્રકાશ માંગીલાલ ખટિક (બોલીવાલ મારવાડી) (રહે.આલીપોર વાંઝરી ફળીયા તા.ચીખલી) સામે ગુનો નોંધી તેને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ પીઍસઆઇ- જી.ઍસ.પટેલ કરી રહ્ના છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!