ઉત્તર ગુજરાત

કાર અને એક્ટીવા વચ્ચે ગમખ્વાર અકસ્માત, મહાકાલ સેના અરવલ્લીના અધ્યક્ષ રાજપાલસિંહ રહેવરનું મોત

રીપોર્ટ.. હિતેશ સુતરીયા..અરવલ્લી

સરડોઇના રાજપાલસિંહ રહેવરની ક્ટિવાને બોલુન્દ્રા નજીક ભાટકોટા પાસે કારે અડફેટે લેતા ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નિપજતાં સમગ્ર પંથકમાં ભારે શોકની લાગણી છવાઈ હતી.અરવલ્લી જિલ્લામાં કાર અને એક્ટીવા વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં રાજપૂત સમાજના યુવા નેતાનું કરુણ મોત નીપજ્યું હતું.અરવલ્લી જીલ્લા રાજપૂત સમાજના યુવા અગ્રણી અને મહાકાલ સેના અરવલ્લી જીલ્લાના અધ્યક્ષ અને સેવાકીય કાર્યોમાં અગ્રેસર તેમજ દરેક સમાજના યુવાનો સાથે સંકળાયેલ સરડોઇના રાજપાલસિંહ રહેવરની એક્ટિવાને બોલુન્દ્રા નજીક ભાટકોટા પાસે કારે અડફેટે લેતા ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નિપજતાં સમગ્ર પંથકમાં ભારે શોકની લાગણી છવાઈ હતી

.અકસ્માતના પગલે મોટી સંખ્યામાં રાજપૂત સમાજના અગ્રણીઓ અને યુવાનો ઉમટી પડ્યા હતા. મોડાસા રૂરલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.જીલ્લાના યુવાનોના લોકપ્રીય ચહેરો બનેલ રાજપાલસિંહ રહેવરનું અકસ્માતમાં નિધન થતા સોશ્યલ મીડિયામાં શ્રદ્ધાંજલિ પૂર આવ્યું હતું. જીલ્લામાં યુવા વર્ગે પોતાનો સ્વજન ગુમાવ્યો હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે.લોકડાઉનમાં અનેક ગરીબ પરિવારો ની રોડ પરથી પગપાળા પસાર થતા શ્રમિકોની ખડેપગે સેવાયજ્ઞ ચલાવ્યો હતો. મહાકાલ સેનાના અરવલ્લી અધ્યક્ષ રાજપાલસિંહ રહેવરનું અકસ્માતમાં નિધન થતા મહાકાલ સેના ગુજરાતે એક યુવા યોદ્ધા ગુમાવ્યો હતો.
રાજપૂત સમાજે સમાજનો એક યુવા ચહેરો અને બહુમુખી પ્રતીભા ધરાવતા યુવાનને ભારે હૈયે વિદાય આપી હતી. જીલ્લાના યુવા વર્ગે એક પરમ મીત્ર ગુમાવ્યો હોવાની લાગણી વ્યક્ત કરતી અનેક પોસ્ટ સોશ્યલ મીડિયામાં કરી શ્રદ્ધાંજલી અર્પી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!