નવસારી

‘‘કોરોનાનું યુધ્ધ જીતવું છે, બહાદુરી પૂર્વક લડવું છે.’’ જીવન સંધ્યા પરિવાર ટ્રસ્ટ કૃષ્ણપુરની જાહેર અપીલ

કોરોનાની મહામારીઍ ભયંકર સ્વરૂપ પકડયું છે. કોરોનાનો વાયરસ હવા વાટે શ્વાસો શ્વાસથી વાતાવરણમાં પ્રસરે છે. ઍટલે ખૂબ મોટું જાખમ છે માટે….
કયારેક શરદી, ઉધરસ કે તાવ આવે શરીરમાં નબળાઈ જણાય,ï ખાવાનું ન ભાવે લક્ષ્ણો જણાય તો કોરોનાનો ટેસ્ટ તપાસ કરાવી લેવો અત્યંત જરૂરી છે. જા કોરોના પોઝીટીવ આવે તો આઈસોલેટ થવું ફરજીયાત બને છે. કોરોનાનં યુધ્ધને જીતવું છે મનોબળથી મક્કમતાથી અડગ બનીને કોરોના-૧૯ની સરકારી ગાઈડ લાઈન મુજબ
… માસ્ક પહેરવું, ડિસ્ટન્સ રાખવું, કામ વગર બહાર ન જવું, ઘરમાં રહીને સુરક્ષિત રહેવું.
… ખાસ કરીને મોટી ઉંમરનાઓઍ વેકસીન લઈ લેવી, રસી મુકાવવામં કોઈ ડર રાખવાની જરૂર નથી. ઍનાથી કોઈ આડ અસર થતી નથી. રોગપ્રતિકારક શકિત વધે છે. નજીકનાં આરોગ્ય કેન્દ્રની મુલાકાત કરવી જરૂરી માર્ગદર્શન મેળવવું.
… લગન્ પ્રસંગો કે મેળાવડાઓમાં જવું નહીં.
… સંક્રમીત વ્યકિતનાં સંપર્કમાં આવવું નહીં.
… ઠંડા પીણાઓ પીવા નહિ, વાસી ખોરાક ખાવો નહિ.
અત્યારે અત્યારે સંક્રમણ ખૂબ વધ્યું છે, ઝડપથી વધી રહયું છે. ઍટલે સાવધાન થવાનીï જરૂર છે, જાગૃત બનવાની જરૂર છે કયારેક સંક્રમીત થયા પછી ઓકિસજનનું લેવલ ઘટી જાય છે શ્વાસ લેવામાં તકલીફ થાય છે. વળી મહામુસીબત તો ઍ છે કે આજે સરકારી કે ખાનગી દવાખાનાઓમાં પ્રાણવાયુનો અભાવ છે ઍટલે પથારી મળતી નથી. વેન્ટીલેટર નથી જેના કારણે મૃત્યુનું પ્રમાણ વધ્યું છે.
કેટલાક સ્મશાન ગૃહોમાં મૃતદેહની વેઈટીંગની લાઈન લાગી છે. આવી બિહામણી પરિસ્થિતિમાં પોતાની જાતને પુછો આત્મખોજ કરો હું સક્રીય કેમ નથી ?
આખું વિશ્વ મહામારીથી કોરોના ગ્રસ્ત છે. આખું વિશ્વ ચિંતીત છે. ભયભીત છે. તો મિત્રો જાગો અને જાગૃતિ લાવો. અને કોરોનાને ભગાવો.
મધ્યમ વર્ગનાં લોકોને દવાખાનાઓનો ખર્ચ પણ પોસાય ઍમ નથી માટે જાગૃત બનાïે નહિતર પસ્તાવાનો, રડવાનો વાળો આવશે. વિશેષ નોîધનીય બાબતે ઍ છે કે દરિયા કાંઠાનાં ગામડાઓમાં ટોલરબોટ આવશે વસ્તી વધી જશે. ઓખા પોરબંદર જેવા વિસ્તારમાંથી આવતા માછીમારોથી સંક્રમણ વધે નહિ ઍનું ખાસ ધ્યાન રાખવું પડશે.
… કોરોના વાયરસથી બચવા માટે ઘરગથ્થુ ઉપાયો કરતા રહો

 • સુંઠ, કાળા મરી, લવિંગï, તજ વગેરેનો ઉકાળો પીવો પરિવારનાં દરેક સભ્યો સાથે વારંવાર હાથ ધોવા અને સેનેટાઈઝ થવું.
 • અજમા સાથે ગરïમ પાણીનો નાશ લેવો.
 • ઠંડુ પાણી પીવુ નહિ, હૂંફાળુ પાણી પીવું, પાણી પીયા કરવું.
 • છાતીઍ ઓસુકું મૂકી ઉંધા ઍટલે કે ઉબળા સૂઈને શ્વાસો શ્વાસ લેવાનો પ્રયોગ કરવો.
 • ફળ ફળાદીનો ઉપયોગ કરવો, વાસી ખોરાક ખાવો નહિ.

… કોરોના સામે આટલું અવશ્ય કરો

 • ઢીલા ના પડો – હિંમત રાખો
 • ડગી ના જાવો – અડગ રહો
 • નબળા ના પડો – સબળા બનો
 • બેસી ના પડો – સાવધાન રહો
 • ઉંઘી ના જવાય – જાગતા રહો
 • બહાર ના જવાય – ઘરમાં જ રહો
 • જીવન ઍક સંગીત છે ઍ ને ગાયા કરો
 • જીવન ઍક સંઘર્ષ છે તેની સામે યુધ્ધ કરો
 • જીવન ઍક સંગ્રામ છે તેની સામે લડી લો..જીતી લો
 • જીવન ઍક નાટક છે તેની સામે પાત્રને ભજવી લો
 • સ્વચ્છ અને સ્વસ્થ જીવન જીવો
  ભગવાન સૌને તંદુરસ્તી બક્ષે ઍવી પ્રાર્થના
 • કોરોના રાક્ષસને મારવાનો કોઈ રામબાણ ઉપાય ઍક જ છે. ઘરમાં રહોï………સુરક્ષિત રહો……………

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!