નવસારી

ગ્રામ સંજીવની અભિયાન અંતર્ગત ABVP કાર્યકર્તાઓ ગામડે ગામડે જઇ મેડિકલ સ્ક્રીનીંગ હાથ ધરાયું

વંદે માતરમ સાથે જણાવવાનું કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વિદ્યાર્થી નિર્માણ થી રાષ્ટ્ર પુનઃનિર્માણ નું કાર્ય છેલ્લા સાત દાયકાથી કરી રહ્યું છે. વાત વિદ્યાર્થી હિતની હોય કે દેશ હિતની વિદ્યાર્થી પરિષદ ના કાર્યકર્તાઓ હર હંમેશા અગ્રેસર હોય છે. આપ જાણો છો વર્તમાનમાં સમગ્ર દેશ કોરોના જેવી મહામારી સામે એકજૂટ થઈ લડી રહ્યું છે.આ સ્થિતિ ખુબ જ ભયાનક છે,કોરોના ગામડાંઓમાં પોતાનો પગ પસારો કરી રહ્યો છે.

ત્યારે વિદ્યાર્થી પરિષદ દ્વારા ગ્રામ સંજીવની અભિયાન અંતર્ગત ગુજરાત ભરના ગામડાઓમાં કોરોનાનુ સંક્રમણ અટકાવવા માટે મેડીકલ સ્ક્રિનિંગ નું કામ હાથ ધરવામાં આવ્યું છે.જેના અંતર્ગત થર્મલગન થી શરીરનું તાપમાન, ઓક્સી મીટર થી SPO² ચેક કરવામાં આવે છે. કોરોનાના લક્ષણો દેખાતા તેમને સાચી સમજણ આપી નજીકના પી.એચ.સી સેન્ટરનું સંપર્ક કરાવવામાં આવે છે. નવસારી જિલ્લાના મછાડ ગામ અને ઘેલખડી વિસ્તાર માં ૩૫૦ થી વધુ ઘરોના ૧૩૦૦+ લોકોનું મેડિકલ સ્ક્રિનિંગ કરવામાં આવ્યું. આ અભિયાન 22 મે થી 28 મે સુધી ચાલવાનું છે.

વિદ્યાર્થી પરિષદ માને છે કે વિદ્યાર્થી આવતીકાલનું નહીં પણ આજનો નાગરિક છે. આ સૂત્રને સાર્થક કરતાં નવસારીના 20 જેટલા કાર્યકર્તાઓ અભિયાનનું બેડુ ઉપાડયું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!