નવસારીમુખ્ય સમાચાર

નવસારી સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન વેન્ટિલેટર બંધ થતા એક ઇસમનું મોત

સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર પ્રાથમિક ધોરણે વેન્ટિલેટર બંધ થઈ જવાથી રમેશભાઈ ડાયાભાઈ પરમાર નું મોત નીપજ્યું હતું તેમના સગાનું કહેવું છે કે ગઇકાલથી જ સતત અને વેન્ટિલેટર બાબતે ફરિયાદ કરતા આવ્યા છીએ.ગત રોજ પણ છ વખત અમે વેન્ટિલેટર બાબતે રજૂઆત કરી હતી તેમ છતાં સિવિલના સ્ટાફ દ્વારા મૃતકના સગા ને “અમે અમારું કામ કરીશું તમારે કહેવાની જરૂર નથી” આવા જવાબો આપી વાત સતત ટાળતા હતા.

લગભગ એક મેથી નવસારી સિવિલ હોસ્પિટલમાં દાખલ આ દર્દી વેન્ટિલેટર બગડી જતા મોત નિપજ્યું છે તેમના પરિવાર આક્રોશ ઠાલવે છે કે સિવિલ હોસ્પિટલને વેન્ટિલેટર બગડવા બાબતે સતત રજૂઆત કરતા હોવા છતાં પણ ન સાંભળતા આજરોજ આ દર્દીનું અવસાન થયું છે


61 વર્ષીય રમેશભાઈ ડાયાભાઈ પરમાર કે જેઓ રોજ માંડવી ખાતે રહેવાસી છે જેવો રિટાયર lic ડેવલપમેન્ટ ઓફિસર સુરત ખાતે નોકરી કરતા હતા જેનું આજ રોજ અવસાન થયું.વેન્ટિલેટર બંધ થતાં સમગ્ર સિવિલ સ્ટાફ કામે લાગ્યો હતો. તેમ છતાં ટેક્નિકલ કારણો સર વેન્ટિલેટર બંધ થતાં દર્દીને બચાવવાનાં પ્રયાસો બન્યા નિષફળ

નવસારી સિવિલ હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી છે જોકે પરિવારે મૃતદેહ સ્વીકારવાની મનાઈ ફરમાવતા કાલાવાલા કર્યા બાદ મૃતદેહને કોલ્ડ સ્ટોરેજમાં રાખવાની વાત સામે આવી છે

મૃતકના પરિવારનું આક્રંદ
નવસારી સિવિલ ખાતે બગડેલું વેન્ટિલેટર

મૃતકનાં સગા

મારા જીજાજીને 2 મેં નાં રોજ નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે એડમિટ કર્યા હતા.આજ રોજ વેન્ટિલેટર ખરાબ થવાથી મોત થયું છે. ગઈ કાલે પણ 6 વખત અમે રજુઆત કરી હતી. પરંતુ સિવિલ તરફથી કોઈ રિસ્પોન્સ નહિ મળ્યો હતો. અને કહ્યું કે તે તેનું કામ કરશે તમે તમારી રીતે બેસો.આજે પણ વેન્ટિલેટર બંધ થયું ત્યારે સિસ્ટર તેમજ ડોકટરને રજુઆત કરી તેમ છતાં પણ સ્ટાફ મોબાઈલ રમવામાં જ વ્યસ્ત હતા જેથી મારા જીજાજીનું અવસાન થયું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!