ખેલ જગત

ભારતના ક્રિકેટ બોર્ડને IPL સ્થગિત થવાથી 2000 કરોડનો ફટકો લાગવાની સંભાવના

ભારતમાં કોરોનાની બીજી લહેરમાં આઈપીએલ રમી રહેલા સંખ્યાબંધ ક્રિકેટરો કોરોનાથી સંક્રમિત થયા હતા, જોકે ત્યાર બાદ ટુર્નામેન્ટને સ્થગિત કરવી પડી છે. હવે ભારતના ક્રિકેટ બોર્ડને તેના કારણે 2000 કરોડ રુપિયાનો ફટકો પડે તેમ લાગી રહ્યુ છે.

બીસીસીઆઈના એક સિનિયર અધિકારીએ ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં કહ્યુ હતુ કે, આ સિઝન અધવચ્ચે અટકાવવી પડી હોવાથી અમને 2000 કરોડ રુપિયા સુધીનુ નુકસાન થઈ શકે છે. કારણકે ટુર્નામેન્ટમાં 52 દિવસમાં 60 મેચ રમાવાની હતી. 30 મેના રોજ તેની ફાઈનલ હતી.જોકે 24 દિવસમાં 59 જ મેચ રમાઈ હતી અને હવે કોરોના સંક્રમણના કારણે અધવચ્ચે ટુર્નામેન્ટ રોકવી પડી છે.

ટુર્નામેન્ટનુ પ્રસારણ કરનાર ચેનલ દ્વારા મળતી રકમમાં સૌથી મોટી ગાબડુ પડી શકે છે.કારણકે પાંચ વર્ષ માટે ચેનલે 16000 કરોડ જેટલી રકમ ચુકવવાનુ નક્કી કર્યુ છે. આમ આઈપીએલની પ્રતિ મેચ 54 કરોડ રુપિયા બોર્ડને ચેનલ ચુકવે છે.

આ સંજોગોમાં બાકીની મેચો નહીં રમાવાથી 1600 કરોડ રુપિયા જેટલુ નુકસાન થશે. ઉપરાંત મુખ્ય સ્પોન્સરશિપ પેટે પણ આ વખતે 440 કરોડનો જે કોન્ટ્રાક્ટ થયો છે તેમાંથી અડધી રકમ ગુમાવવી પડે તેમ છે. અન્ય સ્પોન્સર કંપનીઓની રકમ અલગથી ગણાય છે. આમ કુલ મળીને 2000 કરોડ રુપિયા સુધીનુ નુકસાન ક્રિકેટ બોર્ડને થશે.

જોકે અધિકારીએ આઈપીએલની ફ્રેન્ચાઈઝીઓને કેટલુ નુકસાન થશે તેનો ફોડ પાડ્યો નહોતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!